Wednesday, September 22, 2021
Homeસત્યદેવ કહે કે મને મનોહરની ઈચ્છાથી ટિકિટ અપાઈ છે: મનોહરે કહ્યું ના,...
Array

સત્યદેવ કહે કે મને મનોહરની ઈચ્છાથી ટિકિટ અપાઈ છે: મનોહરે કહ્યું ના, એ વાત ખોટી છે

ઉત્તર પ્રદેશની કાનપુર બેઠક પરથી ભાજપે પોતાના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની ટિકિટ કાપી છે. અહીંથી ભાજપે સત્યદેવ પચોરીને ચૂટંણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ મામલે સત્યદેવે જણાવ્યુ કે, મુરલી મનોહર જોષીના ઈચ્છાથી મને કાનપુરથી ટિકિટ આપવામાં આવી છે.

ત્યારે બીજી તરફ મુરલી મનોહર જોશીએ ટિકિટ કપાતા કાનપુરના મતદારોને પત્ર પણ લખી નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપે આ પહેલા ગાંધીનગર બેઠક પરથી લાલ કૃષ્ણ અડવાણીની પણ ટિકિટ કાપી હતી. જેથી ભાજપમાં આંતરિક વિખવાદ પણ થયો હતો.

અડવાણી પછી મુરલી મનોહર જોશીનું પણ પત્તુ કપાતા થયા નારાજ

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીનું પત્તુ કપાતા તેઓ નારાજ થયા છે. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ પાર્ટી ઓફિસ જઈને તેઓ ચૂંટણી નહીં લડે તેવી કોઈ જાહેરાત નહીં કરે. એક બાજુ ભાજપ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અને યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપી રહ્યો છે.

તો બીજી બાજુ દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની જેમ વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ પાર્ટીએ ટિકિટ ન આપવાનું મન બનાવ્યું છે. ભાજપ તરફથી સંગઠન મહાસચિવ રામલાલે આ જાણકારી આપી તો જોશી ખફા થઈ ગયા.

રામલાલે મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. તેમણે જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી ન લડાવા દેવાય. પાર્ટી ઈચ્છે છે કે તેઓ પોતે કાર્યલય પહોંચીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરે. પરંતુ જોશીએ તેને નકારી દઈને કહ્યુંકે આ પાર્ટીના સંસ્કાર નથી. મને ચૂંટણી ન લડવાનો નિર્ણય થયો છે તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આવીને જાણકારી આપવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments