સદારામ બાપાના પાર્થિવદેહના અંતિમદર્શન, પાલખી યાત્રા થરા પહોંચશે, સાંજે આશ્રમમાં જ અગ્નિદાહ, CM ભાવાંજલી આપશે

0
52

પાલનપુર/ કાંકરેજ: પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના પાર્થિવ દેહને પાલખીમાં લઈ બુધવારે સવારે 6:00 કલાકે ટોટાણા ધામ ખાતેથી પૂજ્ય બાપુના આશ્રમેથી ખારીયા થઈ થરા સુધી થરામાં શ્રધ્ધાળુઓના દર્શન માટે લઈ જવાયા હતા. પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સાંજે 4:00 વાગે અંતિમ વિધિ માટે લઈ જવાશે અને ત્યાં બાપુ ને સંતો મહંતોની અને પરિવાર વચ્ચે અગ્નિદાહ અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી બાપાના અંતિમ દર્શન માટે સાંજે અંતિમવિધિ સમયે પહોંચશે.

પાલખી યાત્રા: બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરવા ઉપરાંત હજારો લોકોને જીવનનો રાહ બતાવનાર સંત સદારામ બાપાના દેહાવસાનથી લાખો ભક્તો અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો છે. બ્રહ્મલીન સંત સદારામ બાપુની પાલખી યાત્રા ટોટાણા થી થરા તરફ નીકળી હતી. પાલખી યાત્રામાં વિવિધ સમાજના સંતો ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, પૂર્વ રાજ્ય મંત્રી કેશાજી ઠાકોર, ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સીના ચેરમેન અણદાભાઈ પટેલ,સહિત તમામ સમાજના અગ્રણીઓ જોડાયા છે.

સદારામ બાપાએ 111 વર્ષે દેહત્યાગ કર્યો: કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુએ 111 વર્ષની વયે મંગળવારે સાંજે દેહત્યાગ કર્યો હતો. 2 લાખથી વધુ લોકોને વ્યસનમુકત કરી સમાજ સુધારણાનુ કાર્ય કરનાર શતાયુ સંત શ્રીસદારામબાપુની ચીર વિદાયથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી છે.
પાટણની ખાનગી હોસ્પિટલમાં 27 દિવસ વેન્ટિલેટર પર રહ્યા: આ સંત કેટલાક દિવસોથી બીમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.છેલ્લા 27 દિવસથી વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહયા હતા. સોમવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઇ જવાયા હતા.જ્યાં મંગળવારે તેમનું નિધન થયું હતું.પુજય સંત શ્રીસદારામબાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનુ ધોડાપુર ઉમટયુ હતું.
પૂ.ગુજરાત ગૌરવ ગરીમા એવોર્ડથી નવાજાયા હતા: સમાજ સુધારણા અને વ્યસન મુક્તિનું ઉત્તમ કાર્ય કરનાર આ ઓલિયા સંત પુરુષને સરકાર દ્વારા ગત વર્ષે ગુજરાત ગૌરવ ગરીમા એવોર્ડથી નવાજ્યા હતા.
બનાસકાંઠાથી સમાજના દુષણો દૂર કર્યા: કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમા વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનુ કામ કરતા અને 111 વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં.
મંગળવારે સાંજે દેહ છોડ્યો: બાપુએ મંગળવારે સાંજના 6:44 એ પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી ગુજરાત ભરના ભકતજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સી ચેરમેન અણદાભાઇ પટેલ, થરા ઠાકોર કેળવણી મંડળ પ્રમુખ ભુપતજી ઠાકોર, પાલિકા ઉપપ્રમુખ વસંતજી ધાંધોસ, દાસબાપુ ટોટાણા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ,નંદાજી ઠાકોર, રસિકજી ઠાકોર સહીતના શ્રધ્ધાળુઓએ બાપુના અંતિમ દર્શન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here