સની લિયોનીએ બિહારની પરીક્ષામાં કર્યુ ટૉપ, સ્કોર કર્યા 98.50 ટકા પોઇન્ટ્સ

0
24

બિહારમાં જુનિયર એન્જિનીયરની પરીક્ષામાં સની લિયોનીએ ટૉપ કર્યુ છે. પરંતુ આ તે સની લિયોની નથી જે બોલીવુડ ફિલ્મોમાં ઠુમકા લગાવતી જોવા મળે છે. હકીકતમાં બિહાર પબ્લિક હેલ્થ એન્જિનીયરિંગ ડિપાર્ટમેન્ટમાં જુનિયર પદો પર ભરતી માટે આયોજિત પરીક્ષાની મેરિટ લિસ્ટ જારી કરવામાં આવી છે જેમાં પ્રથમ સ્થાન હાંસેલ કરનાર ઉમેદવારનું નામ સની લિયોની છે.

સત્તાવાર વેબસાઇટ પર જારી કરવામાં આવેલી મેરિટ લિસ્ટમાં સની લિયોનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. મેરિટ લિસ્ટ અનુસાર સની લિયોનીએ 98.50 ટકા અંક મેળવ્યાં છે. સ્કોર કાર્ડ અનુસાર સની લિયોનીએ 73.50 એજ્યુકેશન પોઇન્ટ, 25.00 એક્સપીરિયન્સ પોઇન્ટ હાંસેલ કર્યા છે. પરીક્ષામાં બેઠેલી સની લિયોનીના પિતાનું નામ લિયોના લિયોની છે.

પરીક્ષામાં ટૉપર રહેલી સની લિયોની હાલ 27 વર્ષની છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને જેણે ટૉપ કર્યુ છે તેનું નામ bvcxzbnnb  છે અને તેના પિતાનું નામ mggvghhnnnn છે.  લિસ્ટ અનુસાર  bvcxzbnnbએ 92.89 અંક હાંસેલ કર્યા છે.

જણાવી દઇએ કે વબસાઇટ પર જારી કરવામાં આવેલી મેરિટ લીસ્ટમાં 1000 નામ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આયોગે સિવિલ એન્જિનિયરના કુલ 214 પદો પર ભરતી બહાર પાડી હતી. તેની મેરિટ લિસ્ટ ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here