Monday, October 18, 2021
Homeસની લિયોનીનાં બોલ્ડ ફોટો વેચીને તેનો ભાઇ કરતો હતો ધૂમ કમાણી,આ રીતે...
Array

સની લિયોનીનાં બોલ્ડ ફોટો વેચીને તેનો ભાઇ કરતો હતો ધૂમ કમાણી,આ રીતે થયો ચોકાવનારો ખુલાસો

સની લિયોનીનું જીવન ખુલ્લા પુસ્તક સમાન છે. પછી તે બાળપણમાં સ્કૂલમાં જે તકલીફોનો સામનો કર્યો તે હોય કે પછી એડલ્ટ ફિલ્મોમાં એન્ટ્રીની કહાની હોય. સૌકોઇ જાણે છે કે સનીએ પોતાની મરજીથી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

સનીની એન્ટ્રી તો હિટ રહી અને તેણે સૌકોઇને પાછળ છોડીને ટૉપની પોઝીશન હાંસેલ કરી હતી. તે બાદ સની પર જાણે કે પૈસાનો વરસાદ થઇ રહ્યો હતો. સાથે જ તેનો ભાઇ પણ પોતાની પોકેટ મનીનો ખર્ચ બહેન સની દ્વારા જ કાઢતો હતો.

આ વાતનો ખુલાસો સંદીપ વહોરાએ ફિલ્મ ‘મોસ્ટલી સની’માં કર્યો. સંદીપે જણાવ્યું કે તેણે સનીના ઑટોગ્રાફથી સારી એવી કમાણી કરી. પોતાની આ તરકીબ વિશે સંદીપે જણાવ્યું કે તે હોસ્ટેલમાં પોતાના રૂમમાં સનીનું સાઇન કરેલુ પોસ્ટર લગાવતો હતો. તે બાદ જે પણ રૂમમાં તે પોસ્ટર જોતું, તે પોસ્ટરના બદલે પૈસા ઑફર કરતું. સંદીપે પણ પોતાની દોસ્તી માટે પોસ્ટર આપી દેતો અને બીજા દિવસે રૂમમાં નવું પોસ્ટર લગાવી લેતો.

જણાવી દઇએ કે સની અને તેના ભાઇ સંદીપની બોન્ડિંગ એકદમ ખાસ છે. ત્યાં સુધી કે સનીએ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાનું નામ પણ ભાઇનાં નામનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં સનીના ભાઇનું હુલામણુ નામ સની છે. તેણે આ જ નામનો ઉપયોગ કરીને એડલ્ટ ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

જણાવી દઇએ કે સની લિયોન પહેલી એડલ્ટ ફિલ્મ સ્ટાર છે જેને મેનસ્ટ્રીમ બોલિવૂડ સિનેમામાં એન્ટ્રી કરી અને સફળ પણ થઇ. બિગ બોસ-5 દરમિયાન મહેશ ભટ્ટે તેને ‘જિસ્મ-2’ ઓફર કરી હતી. તે બાદ સનીએ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments