Sunday, September 19, 2021
Homeસપનામાં દેખાઇ જાય SEX, તો સ્વાસ્થ્યમાં આવશે ચમત્કારિક ફાયદો
Array

સપનામાં દેખાઇ જાય SEX, તો સ્વાસ્થ્યમાં આવશે ચમત્કારિક ફાયદો

જો તમે પણ વિચારી રહ્યા હશો કે એવુ તો શું છે કે સપનામાં સેક્સ જોવુ જરૂરી છે? દિવસભર કામકાજ કરીને થાકીને નોકરી કરતા લોકો ઘરે પહોંચે છે, તેમના માટે સૌથી મહત્વની બાબત છે કે તેમને સારી ઉંઘ આવે અને બીજુ કે સારા સપના આવે. જેનાથી માનસિક શાંતિનો અહેસાસ થાય અને આવનારો દિવસ તાજગીભર્યો રહે.

2007માં યુનિવર્સિટી ઑફ મોન્ટ્રિયલમાં એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં તારણ આવ્યુ કે, સ્ટડીમાં ભાગ લઇ રહેલા પુરુષ અને મહિલાઓમાંથી 8% એવા હતા જેમને સેક્સ સંબંધિત સપના દેખાતા હતા. મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડૉ પનવ સોનાર અનુસાર, સેક્સના સપનાથી ઉંઘની એક રેપિડ આઇ મૂવમેન્ટ એક્ટવિટી છે જે અનૈચ્છિક છે. આ સ્થિતિમાં ત્યારે વધારે જોવા મળે છે જ્યારે તમે યૌન રૂપથી વંચિત રહો છો અથવા તમારી કામુચ્છ ઇચ્છાઓ પૂરી ના થતી હોય.

સપનાઓ અધૂરી ઇચ્છાઓ અને અનપેક્ષિત વિચારોને અભિવ્યક્ત કરે છે. જે આપણી અવચેતનાનો ભાગ હોય છે તેનું કારણ કંઇ પણ હોઇ શકે છે. એવા લગ્ન જેમાં નીરસતા હોય અથવા ઓફિસમાં ટેન્શન હોય. સેક્સ ડ્રીમ એક રસ્તો છે જેની મદદથી તમે તમારી ઇચ્છાઓ વ્યકત કરી શકો છો. ડો સોનારનું માનવું છે કે જો તમે મગજમાં યૌન કલ્પનાઓના વિચાર કરશો તો તમને સપનામાં પણ તેવું જ દેખાશે. ડોક્ટર એવા કપલ્સને સેક્સ સંબંધિત સપના જોવાની સલાહ આપે છે. જે લોકો ઇન્ટમિસી ઇશ્યૂઝનો સામનો કરી રહ્યા છે.

સારી ઉંઘ, હાઇજિન અને નિયમિત એક્સરસાઇઝથી ન તો બોડી ફ્રેશ થાય છે પરંતુ સાથે સેક્સ સંબંધિત સપનાઓ આવવાના ચાન્સ વધી જાય છે. જ્યારે રામકૃષ્ણનના અનુસાર પેટના બળે સૂવાથી પણ સેક્સ સંબંધી સપના આવે છે.

એવી પરિસ્થિતિથી દૂર રહેવુ જેનાથી ગુસ્સો કે ટેન્શન આવે. વધુ લાઇટને બંધ કરો અને હળવો પ્રકાશ પડે તેવી લાઇટમાં આરામ કરો. તમારા પાર્ટનર વિશે વિચારો, પરંતુ માસ્ટરબેશન ન કરવુ. નહીંતર તમારું સેક્સ ડ્રીમનુ સપનું અધૂરુ રહી જશે.

એક ઇરોટિક અને સેન્શુઅસ વાતાવરણ સેટ કરો. તમારો રૂમ એવી વસ્તુઓથી સજાવો કે જેનાથી તમને પાર્ટનરની યાદ આવતી હોય. તમારા પાર્ટનરનો ફોટો રૂમમાં લગાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments