Monday, October 18, 2021
Homeસપાએ 6 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, મૈનપુરીથી મુલાયમસિંહ ઉમેદવાર
Array

સપાએ 6 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, મૈનપુરીથી મુલાયમસિંહ ઉમેદવાર

લખનઉઃ સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે શુક્રવારે 6 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. મુલાયમ સિંહને મૈનપુરી સીટ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુલાયમ અત્યારે હાલમાં આજમગઢ લોકસભા સીટ ખાતેથી સાંસદ છે. પહેલી યાદીમાં મુલાયમ સિવાય તેમનાં પરિવારનાં બે સભ્યો અક્ષય અને ધર્મેન્દ્ર યાદવને પણ ટિકીટ આપવામાં આવી છે. ધર્મેન્દ્ર યાદવ બદાયૂથી જ્યારે અક્ષય યાદવ ફિરોઝાબાદથી ચૂંટણી લડશે. હાલમાં પણ બન્ને આ જ સીટો પરથી સાંસદ છે.

મુલાયમ પરિવાર સિવાય જે ત્રણ સીટો પર ઉમેદવારો જાહેર કરાયા છે. તેમાં ઈટાવાથી કમલેશ કઠેરિયા, રોબટર્સગંજથી ભાઈ લાલ કોલ અને બહરાઈચથી શબ્બીર અહમદ વાલ્મીકિને ટિકીટ આપવામાં આવી છે.

2014 લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 5 સીટો જીતી હતી. આ તમામ સીટો મુલાયમ પરિવારનાં ખાતામાં ગઈ હતી. મુલાયમ સિંહ યાદવ 2 સીટ મૈનપુરી અને આજમગઢ ખાતેથી જીત્યા હતા. સાથે જ કન્નૌજથી ડિમ્પલ યાદવ, બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી રામગોપાલ યાદવનાં દીકરા અક્ષય યાદવ જીત્યા હતા. ત્યારબાદ મુલાયમે મૈનપુરી સીટ છોડી દીધી હતી અને અહીંથી તેમનાં પ્રપૌત્ર તેજ પ્રતાપ યાદવ સાંસદ બન્યા હતા.

સીટ  ઉમેદવાર 2014માં કોણ જીત્યુ  2009માં કોણ જીત્યુ 
મૈનપુરી મુલાયમ સિંહ યાદવ સપા સપા
બદાયૂં ધર્મેંન્દ્ર યાદવ સપા સપા
ફિરોઝાબાદ અક્ષય યાદવ સપા સપા
ઈટાવા કમલેશ કઠેરિયા  ભાજપા સપા
રોબટર્સગંજ ભાઈ લાલ કોલ ભાજપા સપા
બહરાઈચ શબ્બીર વાલ્મીકિ ભાજપ કોંગ્રેસ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments