Tuesday, October 26, 2021
Homeસપાના સાંસદ એવું બોલ્યા કે અમિત શાહ અકળાઈ ઉઠ્યા, આપ્યો આ જોરદાર...
Array

સપાના સાંસદ એવું બોલ્યા કે અમિત શાહ અકળાઈ ઉઠ્યા, આપ્યો આ જોરદાર જવાબ

રાજ્યસભામાં સવર્ણોને 10 ટકા અનામત સંશોધન બિલ રજૂ કરતાં વિપક્ષે હંગામો મચાવ્યો છે. વિપક્ષે ભાજપ પર સીધો રાજનીતિ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. ગૃહમાં બંને પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. સવર્ણોને ખુશ કરવા માટે ભાજપ આ બિલ લાવી રહી હોવાનું સૌ પાર્ટી જાણે છે પણ આ બિલનો વિરોધ કરે તો સવર્ણોને નારાજ થવાનો તેમને ડર લાગી રહ્યો છે. હવે ભાજપની ચાલમાં તેઓ ભરાઈ પણ ગયા છે. ના પણ પાડી શકતા નથી કે હા પણ પાડી શકતા નથી. બિલ પાસ થાય તો તમામ જશ લોકસભા ચૂંટણીમાં ભાજપ લેશે તે તેઓ સારી રીતે જાણે છે. એટલે મોદી સરકારે ચાલેલી આ રમતમાં તમામ પાર્ટીઓ સપડાઈ ગઈ છે.

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે બિલનું સમર્થન તો કર્યું પણ

સવર્ણોને અનામત બિલ પર રાજ્યસભામાં ગરમાગરમી ચર્ચા થઈ. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે બિલનું સમર્થન તો કર્યું. પણ તેઓ બોલી રહ્યા હતા ત્યારે ભાજપના સાંસદ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ભડક્યા હતા. રામગોપાલે કહ્યું કે સરકારનું લક્ષ્ય આર્થિક રૂપથી ગરીબ સવર્ણ નહીં પણ 2019ની ચૂંટણી છે ત્યારે તરત જ અમિત શાહે તેમને મુસ્લિમ અનામતની યાદ અપાવી હતી.

અનામત વિધેયક પર બોલવા રાહુલ ગાંધી કેમ ન આવ્યા

રાજ્યસભામાં સવર્ણોને અનામત બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાસંદ પ્રભાત ઝાએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. પ્રભાત ઝાએ કહ્યું કે રાહુલ ગાંધી સવાર-સાંજ રાફેલ-રાફેલ કર્યા કરે છે. અનામત વિધેયક પર બોલવા રાહુલ ગાંધી કેમ ન આવ્યા. માત્ર વિરોધ માટે અનામત બિલનો વિરોધ ન થવો જોઈએ. પીએમ મોદીએ તમામ દળોના ચૂંટણી ઢંઢેરાના વચનો પૂરા કર્યા છે. તો પ્રભાત ઝાએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના સાસંદ આનંદ શર્માએ નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ગૃહનો નિયમ છે કે જે વ્યક્તિ ગૃહનો સભ્ય ન હોય તેનો ઉલ્લેખ ન કરાય. રાજ્યસભાની કાર્યવાહીમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ હટાવી દેવાય.

સપના બતાવવાનો નહીં પણ હિસાબ આપવાનો સમય

રાજ્યસભામાં સવર્ણોને અનામત બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ આ બિલને સમર્થન તો આપ્યું પણ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે આર્થિક કમજોરો માટે અનામતની વાત યુપીએ દરમિયાન પણ આવી હતી. તો એનડીએ સરકારને સાડા ચાર વર્ષ કેમ લાગ્યા. સત્રના અંતિમ દિવસોમાં જ કેમ આ બિલ લવાયું. આ સપના બતાવવાનો નહીં પણ હિસાબ આપવાનો સમય છે. આનંદ શર્માએ કહ્યું કે 2014માં ઘણા વચનો અપાયા હતો. દરેક ચઢાઈ બાદ એક ખાઈ પણ આવે છે.. તેમ કહીને એમ પણ કહ્યું કે ત્રણ રાજ્યોએ નાનો સંદેશ આપ્યો છે પણ મોટો સંદેશ થોડા મહિના બાદ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments