સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે માર્કેટમાં વધઘટ, ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત

0
4

આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સની શરૂઆત 266 અંકના વધારા સાથે થઈ હતી. પરંતુ ગણતરીના સમયમાં વેચવાલી થતા માર્કેટ પટકાયું છે. લખાય ત્યાં સુધી બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 219 અંક અથવા 0.55 ટકા ગગડીને 39,401 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટીની વાત કરીએ તો સોમવારે 55 અંકના વધારા સાથે ખુલી હાલ 60 અંક અથવા 0.52 ટકા ગગડીને 11,582 નજીક કારોબાર કરી રહ્યો છે. ઉપરાંત બેંક નિફ્ટીની વાત કરીએ તો આજે ઈન્ડેક્સ 467 અંકના વધારા સાથે ખુલ્યા બાદ આ લખાય ત્યાં સુધી 369 અંક અથવા 1.55 ટકા ઉછળીને 24,270 નજીક ટ્રેડ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગત સપ્તાહે બીએસઈ પર 30 શેરવાળો સેન્સેક્સ 2.63 ટકા પટકાયો હતો. જ્યારે નિફ્ટીમાં 2.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જોકે, બજાર નિષ્ણાતોની માનીએ તો કંપનીઓના સારા ત્રિમાસિક આંકડા અને આર્થિક સ્થિતિમાં સુધારાના કારણે માર્કેટને સપોર્ટ મળશે. ચલણની વાત કરીએ તો સોમવારે ડોલર સામે ભારતીય રૂપિયો 31 પૈસા ગગડીને 74.42 પર ખુલ્યો છે. જ્યારે આ પહેલા ગત સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસ ગુરૂવારે ડોલર સામે રૂપિયો 74.11 પર બંધ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here