સબરીમાલામાં સૌથી પહેલા દર્શન કરનારી મહિલાને સાસુએ ઢોર માર માર્યો

0
16

તિરુવનંતપુરમઃ સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ કેરળનાં સબરીમાલા મંદિરમાં પહેલી વખત દર્શન કરનારી કનકદુર્ગાને મંગળવારે તેની જ સાસુએ ઢોર માર માર્યો હતો. પોલીસે કનકદુર્ગાને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી. મિડીયા રિપોર્ટ્સ પ્રમાણે કનકદુર્ગા મંદિરમાં દર્શન કર્યા બાદ સંતાતી ફરતી હતી.

કનકદુર્ગાએ સાથી મહિલા બિંદુ સાથે 2 જાન્યુઆરીએ ભગવાન અયપ્પાના દર્શન કરીને 800 વર્ષ જૂની પ્રથાને તોડી હતી. બન્નેએ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસાએ જોર પકડ્યુ હતુ. સાથે જ મંદિરનુ પણ શુદ્ધીકરણ પણ કરાયુ હતુ. તે સમયે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કનકદુર્ગા અને બિંદુ સહિતની તમામ મહિલાઓને પુરે પુરી સુરક્ષા આપવાનાં આદેશ આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી

28 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે મંદિરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી હતી. આ નિર્ણય સામે કેરળનાં રાજપરિવાર અને મંદિરનાં મુખ્ય પુજારીઓ સહિત ઘણા હિંદુ સંગઠનોએ સુપ્રીમ કોર્ટને ફરી વિચારણા કરવા અંગેની અરજી કરી હતી. જો કે કોર્ટે આ અરજીને ફગાવી હતી. અગાઉ પણ અહી 10 થી 50 વર્ષીય વયની મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પ્રથા 800 વર્ષ જૂની છે. સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાઈ રહ્યો છે.

10 મહિલાઓ મંદિરમાં પ્રવેશી ચુકી છેઃ રિપોર્ટ

કેટલી મહિલાઓ મંદિરમાં દર્શન કરી ચુકી છે તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી. જો કે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે આશરે 10 મહિલાઓ મંદિરમાં પ્રવેશી ચુકી છે. ભાજપ અને હિંદુ સંગઠન મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here