સભાની વચ્ચે નીતિન ગડકરી બોલ્યા, ‘અવાજ કરવાનું બંધ કરો બાકી થપ્પડ પડશે’

0
21

હંમેશા સોમ્ય મિજાજના રહેનારા કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ આપો ખોતા બોલી ગયા કે, ચિલ્લાવાનું બંધ કરો બાકી થપ્પડ પડશે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જનસભા સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં કેટલાક લોકોએ અલગ વિદર્ભ રાજ્યના પક્ષમાં નારા લગાવ્યા હતા. જેના પર કેન્દ્રિય મંત્રીએ નારાજગી વ્યક્ત કરતા તેમને કાર્યક્રમ માંથી બહાર નીકાળી દેવાની ધમકી આપી હતી. જનસભામાં ગડકરીએ જ્યારે ભાષણ આપવાની શરૂઆત કરી ત્યારે ભીડમાં વિદર્ભ સમર્થક કેટલાક કાર્યકર્તાઓ નારા લગાવવા માંડ્યા હતા. અને ત્યાં બેઠેલા મીડિયાકર્મીઓ પર પણ પર્ચા ફેંક્યા હતા. જેના પર ગડકરી નારાજ થઈ ગયા હતા. અને તેમણે લોકોને શાંત રહેવાનું કહ્યું હતું.

જે પછી ગડકરીએ કહ્યું હતું કે, જો તેઓ ફરી હંગામો કરે તો થપ્પડ લગાવો. યાદ રાખો, ચિલ્લાવાનું બંધ કરો અન્યથા થપ્પડ પડશે અને બહાર નીકાળી દેવામાં આવશે. જણાવી દઈએ કે મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. જે પછી આ મામલો શાંત થયો હતો.

મહારાષ્ટ્રથી અલગ વિદર્ભ રાજ્યની માગ ઘણા વર્ષોથી ચાલી રહી છે. માગને લઈને કેટલીક જગ્યાએ કાળો દિવસ તો અસંખ્ય વખત આંદોલન પણ કરવામાં આવ્યા છે. સ્થાનીય લોકોએ માગ કરી હતી કે, અલગ વિદર્ભ રાજ્ય બનાવવામાં આવે જેથી એ વિસ્તારનો સારી રીતે વિકાસ થઈ શકે. 1 ઓક્ટોબર 1938માં વિદર્ભ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. 80 વર્ષ બાદ પણ આજે તે માગ પૂર્ણ નથી થઈ શકી. લોકોનું કહેવું છે કે, વિદર્ભમાં વિજળી, જંગલ, ખનિજ સંપદા, કોલસો જેવી વસ્તુઓ છે. આમ છતા વિદર્ભની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here