Monday, October 25, 2021
Homeસમગ્ર ગુજરાતમા પરીભ્રમણ કરનાર વિશ્વ ઉમીયા માતાજીનો દિવ્ય રથનુ ડભોડા ખાતે ભવ્ય...
Array

સમગ્ર ગુજરાતમા પરીભ્રમણ કરનાર વિશ્વ ઉમીયા માતાજીનો દિવ્ય રથનુ ડભોડા ખાતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે પટેલ ઉમીયા પરીવાર દ્વારા સમગ્ર ગુજરાતમા પરીભ્રમણ કરનાર વિશ્વ ઉમીયા ફાઉંડેશન દ્વારા નિમિતે ઉમીયા માતાજીનો દિવ્ય રથ આજે ડભોડા ગામ ખાતે આવતા આ દિવ્ય રથને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને આ રથની સ્વાગત આરતી ઉછામણી કરવામા આવી હતી. અને આ રથ વાજતે ગાજતે સમગ્ર ગામમા ફરતા ઠેર ઠેર ગ્રામજનો દ્વારા ફુલહાર અને શ્રીફળ કંકુનુ તીલક કરી આ રથને વધાવવામા આવ્યો હતો. અને આ રથની ડભોડા ગામમા શોભાયાત્રા કાઢવામા આવી હતી તેમા મોટી સંખ્યામા સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. અને ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક આ પ્રસંગની શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી.

અને સમગ્ર ગુજરાતમા ફરનારો આ ઉમીયા માતાનો રથ ડભોડા ગામે આવી પહોચતા ગ્રામજનોમા પણ ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને સૌએ ખુબ જ હ્રદય પુર્વ આ રથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અને આ રથ આવ્યા બાદ મંદીરમા આરતી કરવામા આવી હતી. અને આરતીમા સમગ્ર ગામ અને ભક્તો જોડાયા હતા. આમ ડભોડા ગામે ઉમીયા માતાજીનો રથ આવતા સમગ્ર ગ્રામજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments