સમગ્ર દેશ સહિત રાજ્ય ભરતમાં 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે માલપુર તાલુકાની વાત્રક કોલોની ખાતે આવેલી સિંચાઈ વિભાગની ઓફિસમાં વરવી વાસ્તવિકતા જોવા મળી હતી. અહીંના કર્મચારીઓ આજના દિવસે ગાયબ જોવા મળ્યા હતા. વાત્રક કોલોનીમાં આવેલી કચેરી ખાતે છવ્વીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમ છતાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ જ અધિકારીઓને દેશ પ્રત્યે માન ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીં ધ્વજ વંદન શાળાના બાળકોએ કર્યું હતું,, માત્ર વાત્રક કોલોની ખાતેની સિંચાઈ ઓફિસમાં ફરજ બજાવતા માત્ર એક ક્લાર્ક તેમજ શાળાના ભૂલકાઓને ત્રિરંગાનું માન જાળવી રાખ્યું, બાકી તો ઉચ્ચ અધિકારીઓ ફરક્યા જ નહીં.
બાઈટ – મગનભાઈ ખાંટ, સ્થાનિક
જ્યારે મીડિયાની ટીમ અહીં પહોંચી ત્યારે જોવા મળ્યું કે, ઓફિસમાં કચેરીઓ રામ ભરોસે હતી. અહીં ખંભાતી તાળા જોવા મળ્યા હતા,, ઇજનેર સહિતની ઓફિસો આજના પ્રજાસત્તાક દિવસે પણ બંધ જોવા મળી હતી. તો જે ઓફિસ ચાલુ હતી, જ્યાં ખાટલા અને અસ્તવ્યસ્ત ખુરશીઓએ મુકવામાં આવી હતી. એટલું જ નહીં, સરકાર વીજળી બચાવવાની વાતો કરે છે,, પણ અહીં તો લાઈટો પણ ચાલુ રાખીને બધા મોજ કરવા માટે જતા રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. આખી કચેરી માત્ર ને માત્ર ચોકીદારના હેવાલે કરી દેવાઈ હતી. બીજી એક વાસ્તવિકતા જોવા મળી કે, અહીં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા.
બાઈટ – ચોકીદાર
સ્થાનિક લોકોનું માનીએ તો કરોડો રૂપિયાની અહીં ગ્રાન્ટ આપવામાં આવે છે, પણ ક્યાં વપરાય છે, તે કોઇને ખબર નથી. સૌથી મોટા આ પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કરવા કેમ કોઇ અધિકારી ન આવ્યા,,, શું ક્લાર્ક તેમજ ચોકીદારને જ ધ્વજવંદન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કરવા માટે છવ્વીસ જેટલા અધિકારીઓમાંથી કેમ કોઇ ફરક્યું જ નહીં તે ચોક્કસ સવાલ ઉભો થાય છે.