સમગ્ર રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર , અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર

0
83

 

 

આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો થકી સરકારી કર્મચારીઓ દિનપ્રતિદિન સરકાર સામે બાંયો ચઢાવી આંદોલન તરફ કૂચ કરી રહ્યા છે.  સમગ્ર રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ નવ જેટલી પડતર માંગણીઓને લઇને માસ સીએલ પર ઉતરી ગયા છે, જેને કારણે લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.  અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને પૂરી કરવા માટે જિલ્લા સેવા સદન ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો,, અને તેમની પડતર માંગણીઓ સત્વરે પૂર્ણ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.  આ સાથે જ આગામી સમયમાં સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

 બાઈટ – અગરસિંહ ચૌહાણ, પ્રમુખ, જિલ્લા મહેસૂલ મહા-મંડળ

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here