Thursday, September 23, 2021
Homeસમર સ્પેશ્યલ મુંબઈ-દિલ્લી સુપરફાસ્ટ ટ્રેન 48 ફેરા મારશે પણ સુરતમાં સ્ટોપેજ નહિ
Array

સમર સ્પેશ્યલ મુંબઈ-દિલ્લી સુપરફાસ્ટ ટ્રેન 48 ફેરા મારશે પણ સુરતમાં સ્ટોપેજ નહિ

સુરતઃઉનાળાના વેકેશનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઇ-દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ એસી સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ટ્રેનને સુરતમાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી.હોલિડે સ્પેશ્યલ ટ્રેનને પ્રત્યેક ડિવિઝન માત્ર એક જ સ્ટેશને સ્ટોપેજ આપવું એવો કોઈ નિયમ લાગુ પડતો નથી છતાં મુંબઇ સેન્ટ્રલથી ઉપડી આ ટ્રેન માત્ર વડોદરા રેલવે સ્ટેશને અને કોટા રેલવે સ્ટેશન પર જ સ્ટોપેજ લેશે અને દિલ્હી પહોંચશે.

૧૨ એપ્રિલથી ૧ જુલાઇ સુધી ટ્રેનની 48 ટ્રીપ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત બાન્દ્રા-ગાંધીધામ અને બાન્દ્રા-ઇન્દોર હોલિડે સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત પણ કરવામાં આવી છે. આ બંને ટ્રેનો ને સુરતનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બાન્દ્રા-ગાંધીધામ ટ્રેન ૧૩ એપ્રિલથી ૨૯ જુન દરમ્યાન દોડશે અને વાપી, સુરત રેલવે સ્ટેશને રોકાશે.એક તરફ સુરતથી દિલ્હી જવા માટે ટ્રેનોમાં નો રૂમની સ્થિતિ છે ત્યારે મુંબઇ-દિલ્હી એસી સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેનને સુરત સ્ટોપેજ ન મળતા દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આ ટ્રેનનો કોઈ અર્થ રહ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments