Tuesday, September 21, 2021
Homeસમાજના યુવાનો ને સક્રિય રાજકારણ માં આવવા ની સલાહ આપતા નરેશ પટેલ...
Array

સમાજના યુવાનો ને સક્રિય રાજકારણ માં આવવા ની સલાહ આપતા નરેશ પટેલ ના પુત્ર શિવરાજે ચૂંટણી લડવાની ના પાડી

રાજકોટ: રાજકોટ બેઠક પર કોંગ્રેસમાંથી નરેશ પટેલનો પુત્ર શિવરાજ ચૂંટણી લડસે તેવી અટકળોનો અંત આવ્યો છે. શિવરાજે પરિવારનો નિર્ણય માન્ય રાખી ચૂંટણી નહીં લડવા સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. તાજેતરમાં ધોરાજીમાં એક કાર્યક્રમમાં નરેશ પટેલે સમાજના યુવાનોને રાજકારણમાં સક્રિય થવાની સલાહ આપી હતી. નરેશ પટેલનો પુત્રની આ જાહેરાતથી કોંગ્રેસ નવા મુરતીયાની શોધમાં છે. લલિત વસોયાએ જે તે સમયે શિવરાજ ચૂંટણી લડે તો પોરબંદર બેઠક ખાલી કરી દઉં તેવું જણાવ્યું હતું. પરંતુ હવે શિવરાજ ચૂંટણી લડવાની ના પાડતા પોરબંદર બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાનું નામ આગળ ચાલી રહ્યું છે.

રાજકોટમાં શિવરાજના નામના બેનરો લાગ્યા હતા: થોડા સમયથી રાજકોટમાં લોકસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં એન્ટ્રી મારશે તેવી ઘણી જ અટકળો ચાલી રહી હતી. ભાજપે જ્યારે રાજકોટમાંથી મોહન કુંડારિયાને લોકસભાની ચૂંટણી માટે રિપિટ કર્યા તે જ દિવસે શિવરાજ પટેલને રાજકારણમાં આવકારતા પોસ્ટરો શહેરનાં વિવિધ જગ્યાએ લાગ્યા હતાં. જે પછી ચર્ચાઓ વહેતી થઇ હતી કે શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઇને રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ આ અટકળોનો અંત આવતા હવે શિવરાજ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે પારિવારીક નિર્ણયને માન્ય રાખીને હું ચૂંટણી નહીં લડુ.

શું કહ્યું શિવરાજ પટેલે: શિવરાજ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી નથી લડી રહ્યો. થોડા દિવસથી અમારા સમાજ સાથે ચર્ચા વિચારણ થઇ રહી હતી. સમાજનાં લોકોનો બહોળો ભાર હતો કે હું ચૂંટણી લડુ પરંતુ પારિવારિક નિર્ણય કરાયો છે કે હું ચૂંટણી નથી લડી રહ્યો. હું અને મારા બાપુજી નરેશ પટેલ સમાજ માટે કામ કરીએ છીએ અને કરતા રહીશું. હું હજી 26 વર્ષનો છું આગળ ઘણી તકો મળશે. જ્યારે મને લાગશે ત્યારે રાજકારણમાં આવીશ પરંતુ હાલ નથી આવી રહ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments