સરકારની મંજુરી વગર દેશ વિરોધી નારેબાજી કરતા હતા, હાઈકોર્ટે પોલીસને ભીંસમાં લીધી

0
21

જેએનયુમાં દેશ વિરોધી નારેબાજી મામલે કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ કે, કયા આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ માટે પહેલા સરકારની મંજૂરી લઈને આવો. કોર્ટે જેના માટે દિલ્હી પોલીસને 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યુ કે, તમારી પાસે લીગલ ડિપાર્ટમેન્ટની મંજૂરી નથી.

ત્યારે મંજૂરી વગર કેમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી? કેમ કે, દેશદ્રોહના કેસમાં સીઆરપીસીના સેક્શન 196 હેઠળ જ્યાં સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી કોર્ટ ચાર્જશીટ તરફ ધ્યાન કેન્દ્રી ન કરી શકે. ચાર્જશીટમાં કનૈયા કુમાર, ઉમર ખાલીદ, ડી. રાજાની પુત્રી અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10ના નામ સામેલ કરવામાં આવ્યા છે. તમામ વિરૂદ્ધ આઇપીસીની કલમ 124-એ. તેમજ 120-બી દાખલ કરવામાં આવી છે.

જેએનયુમાં આતંકી અફઝલ ગુરૂને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કનૈયા કુમારે આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. જેમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી. જેએનયુ કેમ્પસમાં વિરોદ પ્રદર્શનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં દેખાવો કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here