Wednesday, December 8, 2021
Homeસરકારી કંપનીઓમાં આર્થિક પછાત વર્ગ માટે 10% રિઝર્વેશન 1 ફેબ્રુઆરીથી લાગુ થશે
Array

સરકારી કંપનીઓમાં આર્થિક પછાત વર્ગ માટે 10% રિઝર્વેશન 1 ફેબ્રુઆરીથી લાગુ થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સાથે સંલગ્ન સરકારી કંપનીઓમાં આર્થિકરૂપથી પછાત લોકો માટે 10 ટકા રિઝર્વેશન 1 ફેબ્રુઆરીથી લાગું થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝ(ડીપીઈ)એ તેના આદેશ આપ્યા છે. આ મુજબ સરકારી કંપનીઓએ દર 15 દિવસે એ માહિતી પણ આપવાની રહેશે કે એસી, એસટી, ઓબીસી, આર્થિક રીતે પછાત અને ઓપન કેટેગરીની કેટલી જગ્યાઓ ભરાઈ.

વાર્ષિક 8 લાખથી ઓછી આવક વાળા પરિવારને મળશે લાભ

માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં જ કહ્યું હતું કે આઈઆઈટી, આઈઆઈએમ અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો સહિત તમામા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને કહેવામાં આવ્યું છે કે અગામી શૈક્ષણિક સત્રથી ઈડબલ્યુએસ રિઝર્વેશન લાગુ કરવામાં આવે. તમામ રાજય સરકારોને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે. જાવડેકરના જણાવ્યા પ્રમાણે ઈડબલ્યુએસની 10 ટકા રિઝર્વેશન લાગુ કરવા માટેની ફોર્મ્યુલા પણ આપવામાં આવી છે. જેથી અન્ય વર્ગોના રિઝર્વેશનને અસર ન થાય.

એવા લોકો જે પહેલેથી કોઈ રિઝર્વેશનનો લાભ લઈ રહ્યાં નથી અને જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે, તેમને આર્થિક રૂપથી નબળા (ઈડબલ્યુએસ) કોટા અંતર્ગત રિઝર્વેશનનો ફાયદો આપવામાં આવે.

આર્થિક રૂપથી પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા રિઝર્વેશન આપવા માટેના સંવિધાનમાં સંશોધનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 12 જાન્યુઆરીએ મંજૂરી આપી ચુકયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments