Monday, October 18, 2021
Homeસરકારી કંપનીના સીઈઓની હત્યાના આરોપમાં પત્ની અને 2 સાવકા પુત્રની ધરપકડ
Array

સરકારી કંપનીના સીઈઓની હત્યાના આરોપમાં પત્ની અને 2 સાવકા પુત્રની ધરપકડ

કુઆલાલમ્પુરઃ મલેશિયાની સરકારી કંપની ક્રેડલ ફન્ડના સીઈઓ નઝરીન હસનની હત્યાના આરોપમાં તેમની પત્ની સમીરાહ મુજફ્ફર અને બે સાવકા પુત્રની પોલિસી સોમવારે ધરપકડ કરી છે. અટોર્ની જનરલ ચેમ્બર્સના આદેશ પર ત્રણેની ધરપકડ કરવામાં આવી છે. પોલિસને ગત સપ્તાહે હસનનો બીજો રિપોર્ટ મળ્યો હતો.

નઝરીન હસનનું ગત વર્ષે જૂનમાં મોત થઈ ગયું હતું. પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવી બાબત પ્રકાશમાં આવી હતી કે સુવાના સમય દરમિયાન મોબાઈલ ફોન ફાટવાના પગલે હસનનું મોત થયું હતું. જોકે 2 મહિના બાદ ફાયર અને રેસ્ક્યુ વિભાગની તપાસમાં એ વાત બહાર આવી કે નઝરીનના ચેહરા, પથારી અને મોબાઈલ પર જ્વલનશીલ પદાર્થ હતો.
સમીરાને પ્રથમ પતિથી બે પુત્રો છે. નઝરીનના કેસની તપાસમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં સમીરા અને તેના પૂર્વ પતિની ધરપકડ કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી પછપરછ કરવામાં આવ્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. આ કેસમાં સમીરાની નોકરાણી પર પણ આરોપ છે, પરતું તે હાલ ફરાર છે.
ક્રેડલ ફન્ડ મલેશિયાના નાણાંકીય વિભાગની કંપની છે, જે ટેકનીક સાથે જોડાયેલા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને સંભાળે છે. નઝરીન હસન તેના સીઈઓ હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments