સરકારી નોકરી છોડીને કેરળમાં ભાજપને કરી મજબૂત, આ પ્રચારક હવે થરૂર સામે લડશે ચૂંટણી

0
20

મિઝોરમનાં ગવર્નર પદેથી રાજીનામું આપીને ચૂંટણી લડવાની મહેચ્છા વ્યકત કરનાર રાજશેખરન મૂળે સંઘનાં કાર્યકર છે. કે. શેખરન કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શશિ થરૂર વિરૂદ્ધ તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી ભાજપાનાં પ્રતિક હેઠળ આગામી લોકસભા ચૂંટણી લડશે.

મિઝોરમનાં રાજ્યપાલ પદે 9 મહિના કાર્યભાર સંભાળ્યા પછી કે.રાજશેખરને પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં ત્યાગપત્ર પર મંજૂરીની મહોર લગાવી છે. કે.રાજશેખરન ને મે-2018માં મિઝોરમનાં રાજ્યપાલ પદે નિયુક્ત કરાયા હતાં. તેમનાં રાજીનામા પછી મિઝોરમનાં રાજ્યપાલનો વધારાનો હવાલો આસામનાં ગવર્નર જગદીશ મુખીને સોંપવામા આવ્યો છે.

કે.રાજશેખરન કોણ છે?

  • સંઘ વિચારધારાનાં પ્રચારક રાજશેખરન
  • કે.રાજશેખરન સંઘની વિચારધારામાંથી આવે છે.
  • તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક રહિ ચુક્યા છે.
  • 2015માં તેમને કેરળ ભાજપનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.
  • તેઓ ત્રણ વર્ષ સુધી કેરલ ભાજપનાં અધ્યક્ષ પદે રહ્યા.

1970માં RSSમાં જોડાયા

કે.રાજશેખરન 1970માં RSS સાથે જોડાઈને કેરળમાં સંઘને મજબૂત કર્યો. 1987માં કે.રાજશેખરને સરકારી નોકરી છોડીને સંઘમાં પુર્ણસમયનાં પ્રચારક બની ગયાં. તેઓ પત્રકાર પણ રહિ ચુક્યા છે.1974માં તેમણે સબ-એડિટરતરીકે પોતાની મીડિયા કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ પત્રકારત્વ છઓડીને સરકારી નોકરીમાં લાગ્યા.ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં લાગી નોકરી પર લાગી ગયા. 1979માં કે.રાજશેખરનને કેરળનાં કોટ્ટાયમ જિલ્લાનાં વિશ્વ હિન્દુ પરિષદનાં સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યાં. 2009માં કે.રાજશેખરન ને સબરીમાલા અયપ્પા સેવા સમાજમનાં મહાસચિવ પદ પર નિયુક્ત કરવામાં આવ્યાં.

કે.રાજશેખરન આટલા ચર્ચામાં કેમ?

કે.રાજશેખરન મિઝોરમનાં રાજ્યપાલ પદેથી રાજીનામુ આપવાને કારણે તેમજ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સામે ચૂંટણી લડવાની શક્યતાને કારણે ચર્ચામાં છે. કે.રાજશેખરન રાજીનામુ આપ્યા બાદ જણાંવ્યું હતું કે,મારે કેરળમાં રહેવું જોઈએ.કેરળમાં રહેવાની મારી ઇચ્છા છે. એટલે જ મેં રાજીનામું આપ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here