સરકારી ભરતીની ખોટી જાહેરાત કરતો મેસેજ વોટ્સએપમાં વાયરલ કરનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો

0
6

અમદાવાદમાં નામ તથા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ફક્ત ખ્રિસ્તી ભાઈઓ તથા બહેનો માટેની ભરતીની ખોટી જાહેરાત કરતો મેસેજ વોટ્સએપમાં વાયરલ કરનાર આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉપરોક્ત ગુનાની ફરિયાદ કરનાર ફરિયાદીના નામ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ફક્ત ખ્રિસ્તી ભાઈઓ તથા બહેનો માટેની ભરતીની ખોટી જાહેરાત કરતો મેસેજ વોટ્સએપ પર વાયરલ થયો હતો. જેમાં ઉમેદવારોને 11 માસના કરારથી માસિક 30 હજાર રૂપિયા પગાર અપાશે તેવું જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભરતીમાં ખ્રિસ્તી કોમ્યુનિટીના માણસો વધુ હોય તે હેતુથી આ મેસેજ કર્યો…
સાયબર ક્રાઈમ પોલીસે વોટ્સએપમાં વાયરલ થયેલા આ મેસેજને સિરિયલ વાઈઝ વોટ્સએપ યુઝરના નિવેદનો મેળવીને તપાસ કરતાં સુરતના રહેવાસી સત્યેન્દ્ર મંગલસિંહ રાઠોડ નામના વ્યક્તિએ આ મેસેજને પોતાના મોબાઈલમાં ટાઈપ કરીને વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપીને તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેઓ ખ્રિસ્તી કોમ્યુનિટીના છે અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં થનાર ભરતીમાં ખ્રિસ્તી કોમ્યુનિટીના માણસો વધુ હોય તે હેતુથી આ મેસેજ કર્યો હતો. પોલીસે તેમનો મોબાઈલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here