સરકારે અર્થતંત્રને પાયમાલ થતાં અટકાવ્યુંઃ નરેન્દ્ર મોદીનો દાવો

0
14

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એસોસિએટેડ ચેમ્બર્સ આેફ કોમર્સ (એસોચેમ)ના 100 વર્ષ પુરા થયા હોવા નિમીતે બેઠકને સંબોધિ હતી. તેમણે કહ્યું કે, આપણી સરકારે માત્ર અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે રોકી નથી, પણ તેમાં શિસ્ત લાવવાનો પણ પુરેપુરો પ્રયાસ કર્યો. હું પોતાને 130 કરોડ ભારતીયોનો એજન્ટ માનું છું. ભારતની અર્થવ્યવસ્થા નક્કી કરાયેલા નિયમો પ્રમાણે ચાલે તેના માટે અમે આધારભૂત અને ચોતરફા નિર્ણય કર્યા છે. આપણે પાંચ ટિ²લિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએના (એસોચેમ) કાર્યક્રમમાં કહ્યું કે, તમારી સો વર્ષની યાત્રામાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હશે, ઘણા લોકોએ તેનું નેતૃત્વ કર્યુ હશે દરેક અભિનંદનને પાત્ર છે. સો વર્ષની યાત્રાનો અર્થ છે કે તમે ભારતના આઝાદી આંદોલન અને આઝાદી પછી જોયું છે.
પીએમ મોદીએ કહ્યું કે, 2020ની સાથે નવો દશકો સૌ માટે સુખ- લાવે તે માટે શુભકામના. 5 ટિ²લિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક નથી આવી. છેલ્લા 5 વર્ષથી દેશ મજબૂત થયો છે આ માટે આવા લક્ષ્‍યને પ્રાપ્ત કરી શકાય છે. 5-6 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફ વધી રહી હતી, પરંતુ અમારી સરકારે આ રોક્યું.

તેમણે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા નક્કી થયેલા નિયમોથી ચાલે તેમ માટે અમે અર્થવ્યવસ્થામાં પરિવર્તન કર્યું છે. આજે 5 ટિ²લિયન ડોલરની ઇકોનોમી માટે મજબૂત આધાર બન્યાે છે. જ્યાં સુધી આખો દેશ મળીને લક્ષ્‍યને નક્કી નથી કરતો, ત્યાં સુધી લક્ષ્‍ય પૂર્ણ નથી કરી શકાતુ. જ્યારે મે આ લક્ષ્‍યને રાખ્યું ત્યારે ખબર હતી કે વિરોધ થશે અને કહેવામાં આવશે કે ભારત આ નહી કરી શકે.
વડાપ્રધાને પોતાની સરકારના કાર્યકાળમાં થયેલા વિકાસના કામો અને સર્વગ્રાહી વિકાસ માટે લેવાયેલા પગલાં નો ઉલ્લેખ કર્યો હતો અને એમ કહ્યું હતું કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે એનડીએની સરકાર ઘણી મહેનત કરી છે અને હજુ પણ આગામી દિવસોમાં અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટે ના પૂરતા પગલાં લેવામાં આવશે.

આગામી કેન્દ્રીય બજેટમાં પણ અનેક મહત્વના નિર્ણય જાહેર થવા ના છે અને ગરીબો તથા મધ્યમ વર્ગ માટે ખાસ જાહેરાતો થઇ શકે છે. દેશમાં ઉત્પાદન વધારવા માટે અને ગ્રાહકો વધુ ખરીદી કરે તે માટે સરકારે પગલાં લીધા છે અને હજુ આવા પગલા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here