Sunday, November 28, 2021
Homeસરકારે કર્યો ખુલાસો, 11 મહિનામાં ભારતમાં થઇ 20000 કરોડ રૂપિયાની GSTની ચોરી
Array

સરકારે કર્યો ખુલાસો, 11 મહિનામાં ભારતમાં થઇ 20000 કરોડ રૂપિયાની GSTની ચોરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મોટો ખુલાસો કર્યો છે. સરકારનું કહેવું છે કે નાણકીય વર્ષ 2019માં એપ્રિલ 2018થી ફેબ્રુઆરી 2019 સુધી ભારતમાં 20000 કરોડ રૂપિયાની જીએસટી ચોરી થઇ છે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે છેતરપિંડી અને ટેક્સની ચોરી રોકવા માટે સરકાર કાર્યવાહી કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ મેમ્બર જોન જોજેફે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ખૂબ જલ્દી રિયલ એસ્ટેટ સેક્ટરના દિગ્ગજો સાથે બેઠક કરશે. બેઠકમાં એ તમામ સમસ્યાઓનું સમાધાન નિકાળવાનો પ્રયત્ન કરવામાં આવશે જે રિયલ એસ્ટેટ સેક્ટર જીએસટી દર ઘટ્યા બાદ સામનો કરતું આવ્યું છે.

જીએસટી કાઉન્સિલે રવિવારે વસ્તુ અને સેવા કર હેઠલ રિયલ એસ્ટેટ પર ટેક્સ ઓચો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જીએસટી કાઉન્સિલના આ નિર્ણય બાદ હવે અંડર કન્ટ્રક્શન પ્રોપર્ટીઝ પર 5 ટકા જીએસટી લાગશે. નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે રિઝનેબલ ઘર માટે 1 ટકો ટેક્સ લાગશે. આ પહેલા એની પર 8 ટકાના ભાવથી ટેક્સ આપ્યો હતો.

જોજેફએ એવું પણ કહ્યું કે આ સંદર્ભમાં રિયલ એસ્ટેટ સેક્ટરને અરબ્ન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી સાથે વાત કરવી જોઇએ. જોજેફે જણાવ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ 2018થી લઇને ફેબ્રુઆરી 2019 સુધી 20000 કરોડ રૂપિયાની જીએસટી ટેક્સની ચોરી થઇ ચુકી છે. જેમાં 10000 કરોડ રૂપિયાની રિકવરી કરી લેવામાં આવી છે. જીએસટીનું ખોટું બિલ લગાવીને 110 કરોડ રૂપિયાનો ક્રેડિટ ટેક્સ કૌંભાડ સામે આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments