Monday, October 18, 2021
Homeસરકારે કહ્યું કે રાફેલનાં દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરાઈ ગયાં છે અમે કોર્ટેને...
Array

સરકારે કહ્યું કે રાફેલનાં દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરાઈ ગયાં છે અમે કોર્ટેને કઈ રીતે બતાવી શકીએ

સુપ્રીમ કોર્ટમાં રાફેલ કેસમાં સુનાવણી શરૂ થઈ છે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે અદાલતને જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયમાંથી કેટલાક દસ્તાવેજો ચોરાયા છે. અમે સંરક્ષણની ખરીદી સાથે કામ કરી રહ્યા છીએ જેમાં રાજ્યની સલામતીનો સમાવેશ થાય છે. આ એક ખૂબ સંવેદનશીલ બાબત છે.

એટર્ની જનરલ કે કે વેણુગોપાલે અદાલતને કહ્યું કે અરજી કરનાર પ્રશાંત ભૂષણ અને અન્ય લોકો પણ દસ્તાવેજો ચોરી થયાં છે એ વાત માનવા તૈયાર છે. સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાયેલા દસ્તાવેજોનો કેસ એટલો ગંભીર છે કે તેમને સત્તાવાર ગોપનીયતા કાયદા હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટમાં માહિતી આપતા એટર્ની જનરલે કહ્યું કે અમે આ બાબતે ફોજદારી કાર્યવાહી કરીશું.

સુપ્રીમ કોર્ટમાં રફાલ ડીલમાં કથિત ગોટાળા મુદ્દે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી શરૂ થતાં જ પ્રશાંત ભૂષણે કેસ સાથે જોડાયેલા નવા દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કર્યા. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા નવા દસ્તાવેજો સ્વીકારવાનો ઇન્કાર કર્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે અમે મીડિયા રિપોર્ટ્સને નહીં માનીએ. મહત્વનું છે કે 13 ડિસેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે રફાલ ડીલમાં ફેંસલો જાહેર કર્યો હતો અને રફાલ ડીલમાં કોઇ ગોટાળા કે ભ્રષ્ટાચાર ન થયો હોવાનું જણાવ્યું હતું.. જો કે તે સમયે સવાલો ઉઠ્યા હતા કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા નહોતા.

આથી આ મામલે કોર્ટે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઇએ. આથી 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રફાલ મામલે આપેલા પોતાના નિર્ણય પર ખુલ્લી અદાલતમાં ફરીથી વિચાર થશે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, ભાજપના બળવાખોર નેતા યશવંત સિંહા, અરૂણ શૌરી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને વકીલ એમ એલ શર્માએ પુનર્વિચાર અરજીમાં કોર્ટને રફાલના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments