સરકારે ગંભીર કોવિડ-19 દર્દીઓની સારવાર માટે સસ્તી દવા Dexamethason આપી મંજૂરી

0
7
ડબલ્યૂએચઓ અનુસાર, કોર્ટિકોસ્ટેરોયડ ડેક્સામેથાસોનનો પ્રયોગ બ્રિટનમાં નેશનલ ક્લીનિકલ ટ્રાયલ રિકવરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો,
ડબલ્યૂએચઓ અનુસાર, કોર્ટિકોસ્ટેરોયડ ડેક્સામેથાસોનનો પ્રયોગ બ્રિટનમાં નેશનલ ક્લીનિકલ ટ્રાયલ રિકવરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો
  • ડબલ્યૂએચઓ અનુસાર, કોર્ટિકોસ્ટેરોયડ ડેક્સામેથાસોનનો પ્રયોગ બ્રિટનમાં નેશનલ ક્લીનિકલ ટ્રાયલ રિકવરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી : ડેક્સામેથાસોન, એક સસ્તી અને મોટેભાગે સ્ટેરોયડ તરીકે ઉપયોગ થતી દવા છે. જેને શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના દર્દીની સારવાર માટે સારવાર પ્રોટોકોલ હેઠળ મધ્યમ અને વધારે સંક્રમિત દર્દી પર ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે.

ડબલ્યૂએચઓ અનુસાર, કોર્ટિકોસ્ટેરોયડ ડેક્સામેથાસોનનો પ્રયોગ બ્રિટનમાં નેશનલ ક્લીનિકલ ટ્રાયલ રિકવરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો, અને તેમાં સામે આવ્યું હતું કે, આ દવા વધારે ગંભીર દર્દી માટે ફાયદાકારક છે.

ડબલ્યૂએચઓ સાથે પ્રારંભિક નિષ્કર્, અનુસાર, વેન્ટીલેટર પર જે દર્દી છે, તેમની સારવારમાં મૃત્યુ દર આ દવાથી લગભગ એત તૃતિયાંસ ઘટાડી શકાય તેવું જોવા મળ્યું છે. અને જે દર્દીને માત્ર ઓક્સિજનની આવશ્યકતા હતા, તેમનામાં મૃત્યુદર લગભગ 1/5 ભાગનો મૃત્યુદર ઘટાડી શકવામાં મદદ કરી શકે છે.

મધ્યમથી ગંભીર કોવિડ-19 દર્દીઓની સારવાર માટે મંજૂરી

એપડેટ કરવામાં આવેલા પ્રોટોકોલમાં કોવિડ-19ના મધ્યમથી ગંભીર મામલામાં મિથાઈલ પ્રેડનિસોલોનના વિકલ્પના રૂપમાં ડેક્સામેથાસોનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, નવીનત્તમ ઉપલબ્ધ સાક્ષી અને વિશેષજ્ઞ સાથે પરામર્શ કરી વિચાર કર્યા બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

કોવિડ-19 માટે સંશોધિત ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ અનુસાર, ડેક્સામેથાસોન જે પહેલાથી જ ફેફસાંના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે, આ સિવાય તેના જલનરોધી અને ઈમ્યુનોસપ્રેસેરન્સ પ્રભાવના ચાલતા આને મિથાઈલ પ્રેડનિસોલોનના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે, જે ઉપચાર દિશાનિર્દેશોમાં પહેલાથી જ રહેલી છે.

આ પહેલા પણ કોરોનાની સારવાર માટે કેટલીક અન્ય દવાઓને પણ મંજૂરી આપવામાં આવી છે.

13 જૂને સ્વાસ્થ્ય મંત્રાલયે પણ નિયંત્રિત આપાતકાલિન ઉપયોગ માટે એન્ટીવાયરલ રેમડેસિવીર અને ટોકિલિજુમાબના ઓપ-લેબલ ્પરયોગ માટે ઉપયોગની સહમતિ આપી હતી, જે પ્રતિરક્ષા પ્રણાલી અથવા તેના કામને મજબૂત કરતી એક દવા છે. અને કોવિડ-19ના મધ્યમ સંક્રમણવાળા દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા પધ્ધતીના પ્રયોગને મંજૂરી આપવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here