Friday, December 3, 2021
Homeસરકારે લોખંડનો ભંગાર એકઠો કરી સરદારની પ્રતિમા બનાવી છે : પરેશ ધાનાણી
Array

સરકારે લોખંડનો ભંગાર એકઠો કરી સરદારની પ્રતિમા બનાવી છે : પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાની દિવસની બીજી બેઠકના પ્રારંભે જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે આમને સામને આવી જતા પ્રશ્નોતરી કાળ મોકૂફ રહ્યો હતો. પ્રશ્નોતરી કાળ દરમ્યાન કોંગ્રેસે ચોકીદાર ચોર હૈ. ના નારા લગાવતા ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગૃહમાં સરકાર તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ અંગેના આંકડાઓ રજૂ થતાં હતા ત્યારે કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતે વચ્ચે કોમેન્ટ કરી હતી. આથી નીતિન પટેલે તેમને સરદારના નામે મત હાંસલ કરીને બાદમાં સરદારને ભૂલી ગયા હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.

જે બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારે લોખંડનો ભંગાર એકઠો કરી સરદારની પ્રતિમા બનાવી છે. પરેશ ધાનાણીના આ નિવેદન પર ભાજપના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી હતી. જો કે પરેશ ધાનાણીએ માફી માંગવાનો ઇન્કાર કરતા વિવાદ ઉગ્ર બન્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને સરદાર ગમતા નથી આથી તે વારંવાર સરદારનું અપમાન કરે છે. બીજી તરફ દંડક પંકજ દેસાઇએ પણ જણાવ્યું હતું કે સરદારના અપમાનને કારણે ગૃહની ગરીમા લજવાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments