મુંબઈઃ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારે વચગાળાના બજેટમાં ગ્રેચ્યુઇટીની લિમિટ વધારીને 20 લાખ કરવાની જાહેરાત કરી હતી. હવે સરકારે બીજો એક મોટો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 20 લાખની ગ્રેચ્યુઇટીને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.
નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ગ્રેચ્યુઇટી લિમિટને બે ગણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળવા પર ઈન્કમ ટેક્સ આપવો પડશે નહિ. અગાઉ આ સીમા 10 લાખ રૂપિયા સુધીની હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઈન્ટરિમ બજેટ રજૂ કરતા નણાં મંત્રી પીયૂષ ગોયલે કર્મચારીઓને ભેટ આપતા ગ્રેચ્યુઇટીની લિમિટને 20 લાખ કરવાની જાહેરાત કરી હતી.
નાણાં મંત્રીએ અરૂણ જેટલીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈન્કમ ટેકસ કાયદાની ધારા 10(10)(3) અંતર્ગત ગ્રેચ્યુઇટી પર ઈન્કમ ટેક્સ છૂટની સીમાને 20 લાખ રૂપિયા સુધી વધારવામાં આવી છે. તેનો ફાયદો તે કર્મચારીઓને પણ થશે જે ગ્રેજ્યુઈટી ચૂકવણી અધિનિયમની સીમામાં આવતા નથી. તેનો ફાયદો પ્રાઈવેટ ક્ષેત્રના કર્મચારીઓને થશે.