Thursday, September 23, 2021
Homeસરકારે Twitterને ચોખ્ખુ કહ્યું કે આ રીતે ચાલશે તો બધા અધિકારીઓને 7...
Array

સરકારે Twitterને ચોખ્ખુ કહ્યું કે આ રીતે ચાલશે તો બધા અધિકારીઓને 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેશું

માઈક્રો બ્લોગિંગ સાઈટ Twitter વર્તમાન સમયમાં ભારત સરકારનાં નિશાના પર છે. હાલમાં જ સરકારે Twitterને ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેણે પોતાનાં પ્લેટફોર્મ પરથી વાંધાજનક અને લોકોને ભડકાવનારું કન્ટેન્ટ નહિ હટાવ્યું તો તેનાં ઉચ્ચ અધિકારીઓને 7 વર્ષની જેલની સજા તેમજ ભારે દંડ ફટકારવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ જો ટ્વિટરે પોતાનાં પ્લેટફોર્મ પરથી આ પ્રકારનાં કન્ટેન્ટ હટાવવામાં વિલંબ કર્યો તો તેને ભારતનાં IT લૉનો ભંગ માનવામાં આવશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે Twitter આ નિયમોનું પાલન કરશે તેવી આશા અમે વ્યક્ત કરીએ છીએ તેમજ Twitter પર અમારી વાતોને માનવા માટે તૈયાર છે. જો કે મોટાભાગનાં કિસ્સાઓમાં તેની તરફથી કોઈ ઉત્તર આપવામાં આવ્યો નથી. IT મંત્રાલય અને ભારત સરકારનાં અન્ય ઉચ્ચ વિભાગો તરફથી Twitterને ચેતવણી આપવામાં આવી છે. સંસદની સ્ટેડિંગ કમિટીએ ભારતમાં યોજાનાર સામાન્ય ચૂંટણી અગાઉ Twitter દ્વારા જાણીજોઈને બ્લોક કરવામાં આવેલ કેટલાક ચોક્કસ એકાઉન્ટને લઈને તેની કડક ટીકા કરી હતી.

બીજી બાજુ સ્ટેન્ડિગ કમિટીએ ટ્વિટરનાં CEO જેક ડોઝને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં પણ પણ તેઓ હાજર રહ્યા નહોતાં. આ કારણે પણ Twitterની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ભારત સરકારે કહ્યું છે કે Twitterને કાયદાનું પાલન કરવાના આદેશ આપી દેવાયા છે. જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની પર આકરા પગલાં ભરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments