CN24NEWS-11/01/2019
આલોક વર્માએ નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવ્યા બાદ ફાયર અને સેફ્ટી વિભાગના ડીજી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આલોક વર્માએ ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો. ફોર્સ લીવ પર મોકલવાના 77 દિવસ બાદ કાર્યભાર સંભાળતા જ એકશન મોડમાં આવી ગયેલા સીબીઆઇ ચીફ આલોક વર્મા સામે ખુદ સરકારે મોટી કાર્યવાહી કરી હતી અને સીબીઆઇ ચીફના પદેથી હટાવી દીધા હતા. તેમને ફાયર સર્વિસિઝ એન્ડ હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા.તેમની નિવૃતિ આડે માત્ર 21 દિવસ બાકી હતા અને તેમણે રાજીનામું આપી દીધુ છે. આ પહેલા પદ સંભાળતા વર્માએ અગાઉની બદલીના ઓર્ડરો રદ્દ કરીને પાંચ સીબીઆઇ અધિકારીના ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે તેમના આ નિર્ણયના કલાકોમાં જ ફરી એકવાર સીબીઆઇ ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
Former CBI Chief Alok Verma in a letter to Secy Dept of Personnel&Training: The undersigned is no longer Director,CBI&has already crossed his superannuation age for DG Fire Services, Civil Defence&Home Guards.The undersigned may be deemed as superannuated with effect from today. https://t.co/K0O8wzkGzg
— ANI (@ANI) January 11, 2019