Sunday, February 16, 2025
Homeસરતાનપર બંદર પડી ભાંગતા માછીમાર પરિવારોની અવદશા
Array

સરતાનપર બંદર પડી ભાંગતા માછીમાર પરિવારોની અવદશા

- Advertisement -

તળાજા નજીક રાજાશાહી વખતનાં અત્યંત વિકસીત સરતાનપર બંદર તંત્રની બેદરકારીને કારણે હાલ સદંતર પડી ભાંગેલ હોય વહાણ વટાનો ખીલેલો ઉદ્યોગ વર્ષોથી અસ્ત થઇ ગયેલ છે. પરંતુ માછીમારી થી નભતા સરતાનપર બંદર તથા આજુબાજુનાં અનેક ગામોનાં હજારો પરિવારની અવદશા બેઠી છે. અને બે રોજગારીનાં ખપ્પરમાં હોમાયેલ આ પરિવારો વર્ષનાં છ થી આઠ માસ ઘર ખાટલા સાથે રોજગારીની શોધમાં અન્યત્ર ભટકવું પડે છે. જે નિવારવા માટે કમસેકમ મત્સ્યોધોગ વિકાસને પ્રોત્સાહન આપવાની અત્યંત આવશ્યકતા છે.

તળાજાનાં સરતાનપર ઉપરાંત દકાના, ખંઢેરા, તરસરા, પાદરી ગો, ગોરખી, ઇસોરા, મથાવડા, ભારાપરા, કઠવા, રેલીયા, ગઢુલા, મેથળા, કેરાળા, ઝાંઝમેર, નવા-જુના રાજપરા, નીચડી, મહાદેવ પરા, સહીત દરિયાકાંઠાનાં અનેક ગામોનાં મીઠાના અગરનાં વ્યવસાયમાં પોષાતા હતા પરંતુ 30 વર્ષ પહેલા આવેલ વિનાશકારી વાવાઝોડાની આફતે સરતાનપર બંદર સંપૂર્ણ રીતે ભાંગીને ભુકકો થઇ જતા હજારો પરિવારો બેકારીનાં ખપ્પરમાં હોમાતા જાય છે. અને બંદર વિકાસની વિવિધ યોજનાઓ નું ખાસ પરિણામ જોવા મળેલ નથી.

નવી જેટી બનાવવા પરિણામલક્ષી નિર્ણય નહી

સરતાનપર બંદર ખાતે સંપૂર્ણ પણે નષ્ટ થયેલ જેટીની જગ્યાએ યાંત્રીક હોડીઓ નાંગરવા માટે નવી જેટી બનાવવા અને મચ્છી માર્કેટ માટે શેડ મંજુર કરવા બે વર્ષ પૂર્વે થયેલ મત્સ્યોધોગ કમીશ્નર સમક્ષ રજુઆત અંગે કોઇ પ્રગતિ થઇ નથી તેમ જણાંઇ રહયું છે. એટલે વહાણવટા તો ઠીક પણ માછીમારી માટે પણ અપૂરતી સુવિધા થી મત્સ્યોધોગ ને પણ વિપરીત અસર થાય છે.

કુદરતી બારૂ છે પ્રાથમીક સુવિધાથી વિકાસ શકય

 સરતાનપર બંદર કુદરતી ક્ષમતા ધરાવતું બારૂ છે. વહાણવટા ઉધોગ સંપૂર્ણ ભાંગી ગયો છે. પરંતુ 150 થી વધુ મશીનવાળા હોડકા થી આજુબાજુનાં અનેકગામો માછી પરિવારોને માછીમારીમાં અનેક મુશ્કેલીઓ છે. બંદરની તમામ જેટી ટુટી ગઇ છે. મશીનો માટે સ્થાનીક ડીઝલ મળતું નથી વિજળીની પુરતી સુવિધા નથી. અહિ દરિયા કાંઠાંમાં ઉંડે જવાથી ઝીંગા, સોનીયુ, લોબસ્ટર, સહીત ઉચ્ચ કક્ષાની માછલીઓ ભરપુર હોઇ અદ્યતન જેટીની ખાસ જરૂરિયાત છે.કનુભાઇ ચૌહાણ, સદસ્ય મત્સ્યોધોગ સહ.મંડળી સરતાનપર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular