Tuesday, September 28, 2021
Homeસરથાણામાં જ્વેલર્સ પાસેથી 75 લાખનું સોનું ઉધાર લઇ નાણાં ન ચૂકવી ઠગાઈ
Array

સરથાણામાં જ્વેલર્સ પાસેથી 75 લાખનું સોનું ઉધાર લઇ નાણાં ન ચૂકવી ઠગાઈ

સુરત: સરથાણામાં યોગી ચોક વિસ્તારમાં જ્વેલર્સ પાસેથી 75.37 લાખ રૂપિયાનું સોનું ખરીદીને આરોપીએ રૂપિયા ચૂકવ્યા ન હતા. આરોપીએ કોદરા વિસ્તારના જ્વેલર્સ પાસેથી પણ લાખો રૂપિયાનું સોનું ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા ન હતા.

સરથાણા પોલીસના જણાવ્યા અનુસાર સરભાણમાં વાસ્તુ રેસિડેન્સીમાં રહેતા હસમુખ વિનુભાઈ ગજેરા જવેલરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. એકાદ વર્ષ પહેલા તેમનો પરિચય આરોપી બહાદુર ઉર્ફ અનલ દેવચંદ દુધાત(રહે. કેશવનગર ,સોસાયટી, કારગીલ ચોક,પુણા,મૂળ રહે. પીઠ વડી ગામ, સાવરકુંડલા,અમરેલી) સાથે થયો હતો. નવેમ્બર 2018થી 18 જાન્યુઆરી 2019 સુધીમાં આરોપી બહાદુર જ્વેલરી હસમુખ ગજેરા પાસેથી લાખો રૂપિયાનું સોનું ખરીદ્યું હતું.

બહાદુર દરેક વખતે થોડું પેમેન્ટ બાકી રાખતો હતો. આવી રીતે કુલ રૂપિયા 75.37 લાખ રૂપિયા બહાદુરે ચૂકવ્યા ન હતા. બહાદુર કાપોદ્રામાં અન્ય એક જ્વેલર્સ પાસેથી ઉધારીમાં લાખો રૂપિયાનું સોનું ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ બાબતે કોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. જેમાં પોલીસે બહાદુરની ધરપકડ કરી હતી. હવે હસમુખ ગજેરાએ બહાદુર વિરુદ્ધ સરસાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments