Sunday, November 28, 2021
Homeસરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Array

સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સુરતઃ સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફેસબૂક પર કોમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારવામાં આવ્યો હતો. જેને પગલે યુવકે સરથાણા પોલીસમાં કોર્પોરેટર નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બીજી તરફ નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી.


ફેક આઈડી બનાવી હતી

કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે,પ્રદિપ કથિરીયાના નામની અંકિત પડશાળાએ કોઈના કહેવાથી ફેક આઈડી ફેસબુકમાં બનાવીને અભદ્ર કોમેન્ટ કરી રહ્યો હતો. આ અંગે કાર્યકરોને જાણ થતાં તેમણે સૌ પ્રથમ અંકિતને સમજાવ્યો હતો. પરંતુ બાદમાં કોઈની લાલચમાં આવેલા અંકિતે કાર્યકરોને ધમકી આપીને માર મારવા આવ્યો હતો જેમાં ઝપાઝપી થઈ હતી. જેમાં તેનો કોઈ રોલ ન હોવાનું નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments