Thursday, August 11, 2022
Homeસરદાર સરોવરમાંથી મગરોના સ્થળાંતર મામલે નોટિસ ફટકારી
Array

સરદાર સરોવરમાંથી મગરોના સ્થળાંતર મામલે નોટિસ ફટકારી

- Advertisement -

વડોદરા: કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ સરદાર સરોવર ડેમ ખાતે સી પ્લેન માટેનું એરપોર્ટ તેમજ પ્રવાસીઓ માટે બોટિંગની વ્યવસ્થા કરવા માટે વનવિભાગ નર્મદામાં વસવાટ કરતા મગરોને બીજા સ્થળે હટાવવાનું કાર્ય કરી રહ્યો છે. શિડ્યુલ 1ના પ્રાણી મગરને યોગ્ય અભ્યાસ વગર હટાવી ન શકાય. જેથી સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ આ બાબતે મિનિસ્ટ્રી ઓફ એનવાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટને ગેરકાયદેસર રીતે નર્મદામાંથી મગર હટાવવા બાબતે લીગલ નોટિસ ફટકારી છે.

સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, મગર શિડ્યુલ 1 કક્ષામાં આવતું પ્રાણી છે.મગરને તેની જગ્યા પરથી ખસેડવા હોય તો સ્ટેટ અને નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની પરવાનગી લેવી પડતી હોય છે, તેની એક લાંબી પ્રોસસ કરવી પડતી હોય છે. આ ઉપરાંત વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના કાયદા પ્રમાણે જાન્યુઆરીથી મે સુધી મગરનો બ્રીડિંગ પિરિયડ હોય છે. જેથી મગરને આ સમયગાળા દરમિયાન  ખસેડવા પર પાબંદી છે. આ ઉપરાંત મગર પહેલાં તો ઓરિજિનલ કયા સ્થળના છે તે જાણવું પડતું હોય છે.જો તેનો અભ્યાસ કર્યો ન હોય તો મગરને જ્યાં-ત્યાં ખસેડાયા હોય તો તે પાછા આવતા રહેતા હોય છે.

મગરને એક જગ્યાથી બીજી જગ્યા પર ખસેડતાં દરમિયાન તેઓ રસ્તામાં પણ મરી ગયા હોય તેવા પણ કિસ્સા છે. આ ઉપરાંત મગરને બીજી જગ્યા પર ખસેડાયા હોય અને તેને નવી જગ્યા માફક ન આવી હોય તો તે મૃત્યુ પામતા હોય છે. નર્મદાના મગરનો કોઈ પણ અભ્યાસ કર્યા વગર તેને હટાવવા  મામલે વન વિભાગ ખુદ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ઊલટાનું તો જે પ્રવાસીઓ આવે તો તેમને મગર દેખાડવા જોઈએ. તેના બદલે મગરને હટાવવાનું  કામ સરકાર કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular