સરહદી વિસ્તારમાં રાત્રે લાઈટ બંધ રાખવા સૂચના, લોકોને ચોકી પાર ખેતરોમાં જવા દેવાતા નથી

0
39

પાટણ: જિલ્લાના સરહદી તાલુકા સાંતલપુરમાં પુલવામાના હુમલાને પગલે અપાયેલા હાઇએલર્ટમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ઘણા નજીક રહેનારા ગામલોકોમાં ફફડાટની લાગણી પણ જોવા મળી છે. સરહદી વિસ્તારમાં રાત્રે લાઇટ ચાલુ ન રાખવા સુચના આપી છે. જાખોત્રાની સીમમાં લોકોને ચોકી પાર ખેતરોમાં જવા દેવાતા નથી બાળકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જાણ કરવા સૂચિત કર્યું છે. સરહદી પંથકના તમામ ગામોમાં બીએસએફ અને પોલીસ દ્વારા બાતમીદારો મારફતે ચાંપતી નજર રાખી રહી છે. ગામોમાં આવતા અજાણ્યા વ્યક્તિઓ કે વાહનો ઉપર ચોકસાઈ રખાઈ રહી છે

તંગદિલી વચ્ચે સરહદી વિસ્તારમાં તકેદારી
પાકિસ્તાન અને ભારતના તંગદિલી વાતાવરણ વચ્ચે સરહદી વિસ્તાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવા જાખોત્રા ગામથી પાકિસ્તાન સરહદ માત્ર 30 કિ.મી ના અંતરે આવેલી છે. બી.એસ.એફનો કેમ્પ પણ નજીકમાં છે. સખુડિયા બેટ પર અને ફાંગલી કેમ્પમાં 80 જવાનોની ટિમ વધારી દેવાઈ છે.
જાખોત્રા ગામનાં ભોજાભાઇ માંડણભાઇ આહીરના જણાવ્યું કે હાલમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમારા ખેતરો સરહદ બાજુ આવ્યા હોઇ હાલમાં આર્મી જવાનો ખેતી પ્લોટમાં પણ જવા દેતા નથી. ગામોમાં પોલીસ પેટ્રોલિંગ વધ્યું છે.
એવાલના તેજાભાઇ કોંલીના જણાવ્યા મુજબ 1971ના યુદ્ધ વખતે ગામમા વિજલાઇટો નહોતી ફાનસને પણ કાળા કાપડ લગાવી દેવાતા ચારણકા સોલાર પાર્ક પાકિસ્તાન સરહદ બાજુ આવેલો છે.
સાંતલપુર તાલુકો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ સંવેદનશીલ તાલુકો છે. બોર્ડરને અડીને આવેલ છે બે દિવસ અગાઉ કચ્છ બોર્ડર ઉપર ડ્રોન મળી આવ્યું હતું.

પાક.ની બોર્ડર નજીક હોવાં છતા કોઈ ભય નથી

જાખોત્રા ગામનાં 75 વર્ષના વયોવૃદ્ધ પુર્વ સરપંચ પરબતભાઇ દેભાભાઇ આહીરના જણાવ્યા મુજબ 1971 ના યુદ્ધમા દીવડા ફાનસના અજવાળા ના દેખાય માટે તકેદારી રાખવામાં આવતી હાલમાં યુદ્ધના એંધાણ છે.
અમારા ગામથી પાકિસ્તાન બોર્ડર નજીક હોવા છતાં કોઈ ભય નથી લાગતો અને ભારત સરકારની પાકિસ્તાન સાથે વાટાઘાટો હું ટીવીમાં જોઇ રહ્યો હતો પણ હવે વાટાઘાટો નહીં પણ પુરુ કરવું પડે.
અમારા સરહદી ગામ હોવાં છતાં પસંદ નથી કારણ કે કાયમ ચંચીપાત પાકિસ્તાન મૂકતું નથી એક વાર યુદ્ધ કરી ચમત્કાર આપવો જોઇએ. આપણી આર્મી ખડા પગે બોર્ડર પર ઊભી છે. જેના પર અમારે પૂરો ભરોસો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here