Tuesday, December 7, 2021
Homeસર્જરીમાં વપરાતા સાધનો સસ્તા થઈ શકે છે, કસ્ટમ ડ્યુટી ઘટાડવા પર વિચાર
Array

સર્જરીમાં વપરાતા સાધનો સસ્તા થઈ શકે છે, કસ્ટમ ડ્યુટી ઘટાડવા પર વિચાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અગામી બજેટમાં કેટલાક મેડિકલ સાધનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવા પર વિચાર કરી શકે છે. તેનાથી આ સાધનોમાંથી બનનાર સિસ્ટમના ઘરેલું મેન્યુફેકચરિંગને બળ મળશે. આ સિવાય મેક ઈન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે. ઈન્ડસ્ટ્રી ચેમ્બર સીઆઈઆઈએ બજેટ પહેલાના મેમોરેન્ડમમાં સરકારને પીડીએસ પ્લેટ પરની કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી છે. પીડીએસ પ્લેટનો ઉપયોગ નાકને રીસ્ટ્રકચર કરવાની સર્જરીમાં થાય છે.

કસ્ટમ ડ્યુટી ઘટવા પર સારવાર સસ્તી થશે

જોઈન્ટ ટ્રાન્સપ્લાન્ટ અને સ્પાઈનલ સાધનો પરથી ડ્યુટી હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. સીઆઈઆઈએ કહ્યું છે કે આ સાધનો પર જો કસ્ટમ ડ્યુટી ઘટશે તો સારવાર સસ્તી થશે અને તેનો ફાયદો દર્દીઓને મળશે. સરકારે હાલમાં જ નેશનલ મેડિકલ ડિવાઈસ પ્રમોશનલ કાઉન્સિલની રચના કરી છે. તેનો હેતું મેડિકલ સેકટરમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા, રોકાણ આકર્ષિત કરવા અને નિકાસને પ્રમોટ કરવાનો છે.

અરૂણ જેટલી રજૂ કરશે બજેટ, 25એ ભારત પરત ફરશે

મેડિકલ ચેકઅપ માટે હાલ અમેરિકા ગયેલા નાણાં મંત્રી અરૂણ જેટલી શક્રવારે ભારત પરત ફરશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવનાર છે. નાણાં મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે જેટલી 25 જાન્યુઆરી સાંજે ભારત પરત ફરશે અને બજેટ તેમના દ્વારા જ રજૂ કરવામાં આવશે.

66 વર્ષીય જેટલી કિડનીની સમસ્યાનો ઈલાજ કરવા 13 જાન્યુઆરીએ અમેરિકા ગયા હતા. ગત વર્ષે મેમાં તેમણે કિડની  ટ્રાન્સપલાન્ટ કરાવી હતી. જેટલી અમેરિકા જવા રવાના થયા ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કદાચ બજેટ રજૂ કરવા ભારત નહિ આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments