Tuesday, December 7, 2021
Homeસર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-2ની સૌરાષ્ટ્રમાં ઉજવણી, રાજકોટમાં NSUIએ આતશબાજી કરી
Array

સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-2ની સૌરાષ્ટ્રમાં ઉજવણી, રાજકોટમાં NSUIએ આતશબાજી કરી

રાજકોટ: મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન પર હુમલો કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં NSUIના કાર્યકરોએ રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. NSUIએ ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી અને ઈન્ડિયન આર્મી જિન્દાબાદના નારા લગાવ્યા હતાં. ભારતીય સેનાએ કરેલી કામગીરીને સૌરાષ્ટ્રવાસીઓ વધાવી રહ્યાં છે અને ઠેર-ઠેર ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી રહ્યાં છે.

મવડી મેઈન રોડ પર મો મીઠુ કરાવી ઉજવણી કરી

ઇન્ડિયન એર સ્ટ્રાઈકે પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબને લઈને મવડી મેઈન રોડ પર આવેલી શિવ શક્તિ મીઠાઈ ડેરી ફાર્મ દ્વારા લોકોને મો મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને જય હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાન હાય હાયના નારા પણ લગાવ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments