Friday, March 29, 2024
Homeસલમાને સંજય દત્તની સામે રણબીરને ચોડી દીધો સણસણતો લાફો, કારણ છે કેટરિના?
Array

સલમાને સંજય દત્તની સામે રણબીરને ચોડી દીધો સણસણતો લાફો, કારણ છે કેટરિના?

- Advertisement -

તે જગજાહેર છે કે બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન જો કોઇની સાથે દોસ્તી કરે તો તે દિલથી નિભાવે છે અને જો દુશ્મની કરે તો તે પણ દિલથી નિભાને છે. રણબીર કપૂર સલમાન ખાનની આ જ લિસ્ટમાં સામેલ છે. જાણીતુ છે કે રણબીર અને સલમાનની દુશ્મનીનું કારણ કેટરિના રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સલમાન અને રણબીર વચ્ચે હાથાપાઇ પણ થઇ ચુકી છે.

એક અહેવાલ અનુસાર આ તે સમયની વાત છે જ્યારે રણબીર એક સ્ટાર કિડ તરીકે જાણીતો હતો. ત્યારે તેણે કોઇપણ બ્લૉક બસ્ટર ફિલ્મ આપી ન હતી. મુંબઇના વીઆઇપી ક્લબમાં આ બંને એક્ટર્સની સાથે સંજય દત્ત પણ હાજર હતો.

આ દરમિયાન સલમાન ખાન, રણબીર અને સંજય સાથે પોતાની ફિલ્મ વોન્ટેડ અને રેડીની સક્સેસ પાર્ટી એન્જોય કરી રહ્યો હતો. આ પાર્ટીમાં સલમાન અને રણબીરને કોઇ ત્રીજા શખ્સે એકબીજા વિરુદ્ધ કંઇક એવું કહ્યું કે બંને સ્ટાર્સ વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ.

જોતજોતામાં વાત એટલી વણસી ગઇ કે સલમાને રણબીરને ધક્કો માર્યો અને સાથે જ એક સણસણતો લાફો ચોડી દીધો. તેવામાં તેમની વચ્ચે સુલેહ કરાવવા સંજય દત્તે વચ્ચે પડવું પડ્યુ. તે બાદ સલમાનના પિતાએ દીકરાની આ હરકત માટે રણબીર અને કપૂર પરિવારની માફી માંગી હતી.

જણાવી દઇએ કે બોલીવુડ એક્ટ્રેસ કેટરિના માટે સલમાન ખૂબ જ પ્રોટેક્ટિવ છે. તાજેતરમાં જ સલમાને કેટરિના અને રણબીરની વાયરલ તસવીરો પર સ્પષ્ટતા પણ કરી હતી. કેટરિનાનો બચાવ કરતાં સલમાને કહ્યું હતું કે લોકોએ આ રીતે પોતાની પર્સનલ લાઇફ પબ્લિક ન કરવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular