Tuesday, September 21, 2021
Homeસલમાન ખાને ફરી એકવાર ગીત ગાયું, આતિફને રિપ્લેસ કરી 'નોટબુક' ફિલ્મના 'મૈં...
Array

સલમાન ખાને ફરી એકવાર ગીત ગાયું, આતિફને રિપ્લેસ કરી ‘નોટબુક’ ફિલ્મના ‘મૈં તારે’ સોંગ માટે અવાજ આપ્યો

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાન તેના પ્રોડક્શન હાઉસના મૂવી ‘નોટબુક’ માટે હવે સિંગર પણ બની ગયો છે. પુલવામા હુમલા બાદ સલમાને પાકિસ્તાની સિંગર આતીફને ફિલ્મમાંથી હટાવી દીધો હતો. હવે ‘મૈં તારે’ સોન્ગ ખુદ સલમાને ગાયું છે જેનું 30 સેકન્ડનું ટીઝર રિલીઝ થયું છે. સલમાને અગાઉ ‘મૈં હૂં હીરો તેરા’ સોન્ગ પણ ગાયું હતું.

‘મૈં તારે’ સોન્ગ
આ સોન્ગ માટે મ્યુઝિક વિશાલ મિશ્રાએ આપેલું છે. વિશાલ મિશ્રાએ અગાઉ સલમાન માટે ‘રેસ 3’ ફિલ્મનું ‘સેલ્ફીશ’ સોન્ગ કમ્પોઝ કર્યું હતું. ‘મૈં તારે’ સોન્ગ મનોજ મુન્તશૈરે લખ્યું છે.

‘નોટબુક’ ફિલ્મ
‘ફિલ્મીસ્તાન’ ફેમ ડિરેક્ટર નીતિન કક્ક્ડે ‘નોટબુક’ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી પ્રનુતન બહલ અને ઝહિર ઈકબાલ ડેબ્યુ કરી રહ્યાં છે. પ્રનુતન બહલ મોહનિસ બહલની દીકરી અને નૂતનની પૌત્રી છે જ્યારે ઝહિર ઈકબાલ સલમાનના નાનપણના મિત્રનો દીકરો છે. ફિલ્મ 29 માર્ચે રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments