સલમાન ખાન ટચૂકડા પડદે દેખાડશે દમ, આ પહેલવાનને લઇને આવશે TV પર

0
24

છેલ્લાં થોડાં વરસોથી બોક્સ ઑફિસ પર રાજ કરી રહેલો સુપર સ્ટાર સલમાન ખાન ટચૂકડા પરદા પર વિશ્વવિખ્યાત કુસ્તીબાજ પહેલવાન ગામાના જીવન પર આધારિત શો લઇને આવી રહ્યો હોવાની જાણકારી મળી હતી.

સલમાન ખાનની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ સલમાનનો નાનો ભાઇ સોહૈલ ખાન આ ટીવી શોમાં ગામા પહેલવાનનો રોલ કરશે.

મૂળ યોજના આ પહેલવાનની ફિલ્મ બનાવવાની હતી પરંતુ પાછળથી સલમાનને એમ લાગ્યું હતું કે બે અઢી કલાકની ફિલ્મમાં ગામાના જીવનને ન્યાય આપી ન શકાય એટલે એ વિચાર પડતો મૂકીને ટચૂકડા પરદે સિરિયલ કે વેબ સિરિઝ રૃપે આ કથાને રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો એમ આ સૂત્રે કહ્યું હતું.

બી આર ચોપરાની જગપ્રસિદ્ધ મહાભારત સિરિયલમાં દુર્યોધનનો રોલ કરનારા અભિનેતા કમ ફિલ્મ સર્જક પુનિત ઇસાર આ સિરિયલનું ડાયરેક્શન કરશે. અગાઉ પુનિતે સલમાન ખાનની ફિલ્મ ગર્વઃ પ્રાઇડ એન્ડ ઑનરનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મ હિટ નીવડી હતી.પહેલવાન ગામાની આ સિરિયલમાં ટીવી સ્ટાર મુહમ્મદ નિઝામ પણ એક રોલ કરશે એવી જાણકારી પણ મળી હતી. જો કે આ જાણકારીને ઔપચારિક સમર્થન હજુ સાંપડયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here