સલમાન ખાન બન્યો મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર, મુખ્યમંત્રી કમલનાથે જાહેરાત કરી

0
24

બોલિવૂડ ડેસ્કઃ બોલિવૂડનો ‘દબંગ’ સલમાન ખાન હવે મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બનશે. આ વાતની સત્તાવાર જાહેરાત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. કમલનાથે કહ્યું કે, ‘મેં આ મુદ્દે સલમાન સાથે વાત કરી છે, એણે હા પણ પાડી દીધી છે.’ અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના વડવા મધ્યપ્રદેશના જ છે.

સલમાન ખાનનું પૈતૃક ઘર ઈન્દોરમાં છે. ત્યાંના કલ્યાણમલ નર્સિંગ હોમમાં જ એનો જન્મ થયેલો. સલમાને ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ પણ કરેલો. ઈવન એના પિતા સલીમ ખાન પણ ઈન્દોરમાં જ ભણી-ગણીને મોટા થયેલા. ત્યારપછી યુવાનીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા માટે એમણે મુંબઈની વાટ પકડેલી. શરૂઆતમાં એક્ટિંગના નિષ્ફળ પ્રયાસો પછી એમણે રાઈટિંગમાં સુપરહિટ કરિયર બનાવી.

આગામી ઈદના તહેવાર પર સલમાન ખાનની કેટરિના કૈફ સાથેની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થવાની છે. અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મનું ટીઝર પણ બહાર પડી ગયું છે.

થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલાં કે સલમાન ખાન પોતાના જૂના ડિરેક્ટર સાથીદાર સંજય લીલા ભણસાલી સાથે વર્ષો પછી કામ કરવાનો છે. તેમાં શાહરુખ ખાન મહેમાન ભૂમિકામાં દેખાશે તેવી પણ વાતો થઈ રહી છે. ગયા વર્ષે શાહરુખની ‘ઝીરો’માં સલમાને મહેમાન ભૂમિકા કરેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here