Tuesday, September 28, 2021
Homeસલમાન ખાન ભાઈ અરબાઝ ખાન સાથે આજથી 'દબંગ 3'નું ઇન્દોરમાં શૂટિંગ શરૂ...
Array

સલમાન ખાન ભાઈ અરબાઝ ખાન સાથે આજથી ‘દબંગ 3’નું ઇન્દોરમાં શૂટિંગ શરૂ કરશે, ભાઈઓનો ઇન્દોર સાથેનો આ છે ખાસ સંબંધ

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાન ‘દબંગ’ સિરીઝની ત્રીજી મૂવી ‘દબંગ 3’નું શૂટિંગ આજે 1 એપ્રિલથી શરૂ કરી રહ્યો છે. સલમાન સાથે તેનો ભાઈ અરબાઝ ખાન પણ ફિલ્મના શૂટિંગમાં જોડાયો છે. સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર 31 એપ્રિલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અરબાઝ ખાન પણ હતો. બન્ને ભાઈ 31 એપ્રિલે જ ઇન્દોર પહોંચી ગયા હતા. સલમાન અને અરબાઝનો જન્મ ઇન્દોરમાં જ થયો છે. સલમાન ખાન ‘દબંગ 3’નું શૂટિંગ મંડલેશ્વર અને મહેશ્વર માં શરૂ કરશે. સલમાનના દાદા જ્યારે પોલીસમાં હતા ત્યારે તેમનું પોસ્ટિંગ અહીં જ થયું હતું. મંડલેશ્વર અને મહેશ્વર ઈન્દોરથી થોડા અંતરે આવેલા છે.

 

‘દબંગ 3’ ફિલ્મને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે. અગાઉ પ્રભુદેવાએ સલમાન સાથે ‘વોન્ટેડ’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ સામેલ છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments