Saturday, September 25, 2021
Homeસલમાન ના ફેન્સ માટે ગુડ ન્યુઝ, 'ભારત'ના ટ્રેલરની રિલીઝ ડેટ નક્કી થઈ...
Array

સલમાન ના ફેન્સ માટે ગુડ ન્યુઝ, ‘ભારત’ના ટ્રેલરની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ

બોલિવૂડ ડેસ્કઃ સલમાન ખાનના ફેન્સ લાંબા સમયથી તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શાનદાર ટીઝર જોયા પછી તો લોકોમાં હવે આ ફિલ્મ જોવાનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. તો હવે બોલિવૂડના દબંગ ખાનના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ આવી ગયા છે. આખરે ‘ભારત’ના ટ્રેલરની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે.

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વિશે જાણકારી આપતા લખ્યું કે, ‘ભારત’નું ટ્રેલર લોક થઈ ચૂક્યું છે. અમે પોસ્ટ પ્રોડક્શનના ફાઇનલ સ્ટેજ પર છીએ. આ એપ્રિલના ત્રીજા અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે. આ બહુ સ્પેશિયલ ફિલ્મ છે. હું બહુ નર્વસ અને એક્સાઇટેડ છું.’

ફિલ્મ ‘ભારત’ના ટીઝરમાં સલમાનની એક નાનકડી ઝલક જોવા મળી હતી. જ્યારે હવે ફિલ્મના ટ્રેલરમાં અન્ય મહત્વના કલાકારો કેટરીના કૈફ, તબ્બુ, દિશા પટણી, સુનિલ ગ્રોવર, જેકી શ્રોફ, સોનાલી કુલકર્ણી, આસિફ શેખ અને નોરા ફતેહીના કિરદારોની ઝલક પણ દર્શકો જોઈ શકશે. ફિલ્મ ‘ભારત’ સાઉથ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની ઓફિશિયલ હિન્દી રીમેક છે. આ ફિલ્મ ઈદના અવસરે 5 જૂન 2019ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments