સલમાન પોતાના હિટ ગીત ‘ઓ ઓ જાને જાના’ના રિક્રિએટેડ વર્ઝન પર પરફોર્મ કરશે

0
90

મુંબઈ: સલમાન ખાન અને રેમો ડિસૂઝાએ ગયા વર્ષે ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મે સારું પ્રદર્શન ન કર્યું અને બંનેવે એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળ્યો હતો. ત્યારબાદ સાંભળવા મળ્યું કે, બંને વચ્ચે બધું બરાબર નથી. જો કે, હવે બંને વચ્ચે બધું બરાબર થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સાંભળવા મળ્યું છે કે, રેમોની અપકમિંગ ફિલ્મ ‘ટાઈમ ટૂ ડાન્સ’ માટે સલમાન એક ગીત કરવા તૈયાર ગયા છે. રેમોના બેનર હેઠળ બનનારી આ ફિલ્મમાં સલમાન પોતાના હિટ ગીત ‘ઓ ઓ જાને જાના’ના રિક્રિએટેડ વર્ઝન પર પરફોર્મ કરતો જોવા મળશે.

સલમાન ખાન ફિલ્મમાં કેટરીના કૈફ સાથે એક ગીત પર પરફોર્મ કરશે

સૂત્રો મુજબ, ‘ફિલ્મને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે સલમાન તેમાં કેમિયો કરશે અને હવે એ વાતની પુષ્ટિ થઇ ગઈ છે કે, તે ફિલ્મમાં કેટરીના કૈફ સાથે એક ગીત પર પરફોર્મ કરશે.’ આ ફિલ્મને રેમોનો આસિસ્ટન્ટ રહી ચૂકેલો સ્ટેન્લી ડી’કોસ્ટા ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મથી કેટરીનાની બહેન ઇસાબેલ કૈફ, સૂરજ પંચોલીની સામે ડેબ્યુ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here