સવર્ણને 10% અનામત લઇને નાયબ મુખ્યમંત્રીની જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ

0
21

સવર્ણને 10 ટકા EBC લઇને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જાહેરાત કરશે. મેડિકલ અને એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને લોભ મળશે. વિદ્યાર્થીઓને 10 ટકા EBCનો લાભ મળશે. કેન્દ્રના નોટિફિકેશન પ્રમાણે EBC લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સવર્ણને 10 ટકા EBC આપવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં 10 ટકા અનામતનો કાયદો મંજૂર કરાયો હોવાની વાત કરી હતી. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે, હવે આચારસંહિતા પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારી ભરતીમાં 10 ટકા અનામતનો કાયદો લાગૂ કરાયો છે.

 • નાયબ મુખ્યમંત્રીની જાહેરાતની અગત્યની વાતો
 • 10 ટકા અનામતનો કાયદો મંજૂર કરાયો.
 • સરકારી ભરતીમાં 10 ટકા અનામતનો કાયદો લાગૂ કરાયો.
 • આચારસંહિતા હવે પૂર્ણ થઈ ચૂકી છે.
 • શિક્ષણમાં પણ પ્રવેશ આપવામાં કાયદો લાગૂ રહેશે.
 • 10 ટકા અનામતથી તમામ સમાજને લાભ મળશે.
 • નવી પ્રવેશ પ્રક્રિયામાં 10 અનામત લાગૂ કરાશે.
 • શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ.
 • અનામત કેવી રીતે લાગૂ થાય તે અંગેની ઉંડાણપૂર્વક ચર્ચા થઈ.
 • કેબિનેટમાં પણ EBC લાગૂ કરવા માટેની ચર્ચાઓ થઈ.
 • કેન્દ્રની એજન્સીઓએ EBC મામલે નોટિફિકેશનો બહાર પાડ્યા.
 • કેબિનેટ બેઠકમાં પણ EBCને મંજૂર કરી દેવામાં આવ્યો છે.
 • અન્ય અનામતને નુકશાન ન થાય તે પ્રમાણે EBC લાગૂ થશે.
 • મોટાભાગની મેડિકલ કોલેજો 150 સીટની હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here