Sunday, October 17, 2021
Homeસવર્ણોને અનામત લાગુ થવાથી જાણો ક્યાં-ક્યાં થશે મોટા પાયે ફેરફારો
Array

સવર્ણોને અનામત લાગુ થવાથી જાણો ક્યાં-ક્યાં થશે મોટા પાયે ફેરફારો

ગુજરાત સરકારે કેન્દ્રના ૧૦ ટકા અનામતના કાયદાને રાજ્યમાં ભરતી-શિક્ષણમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે ૨૦૧૯-૨૦નાશૈક્ષણિક વર્ષ માટેના આરટીઈ પ્રવેશથી માંડી ધો.૧૧ સાયન્સના પ્રવેશ ઉપરાંત યુનિવર્સિટીઓના યુજી-પીજી કોર્સીસ તેમજ મેડિકલ-ઈજનેરી સહિતના તમામ પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટેના નવા નિયમો લાગુ કરાશે.

૮ લાખ સુધીની આવક ધરાવતા ૧૦ ટકા  સવર્ણોને અનામત આપવાના નિયમ પ્રમાણે ઉચ્ચ શિક્ષણના પ્રવેશનાતમામ નવા ઠરાવો સરકાર કરશે અને ૧૦ ટકા અનામત પ્રમાણેની બેઠકો મુજબ આગામી વર્ષમા પ્રવેશ પ્રક્રિયા થશે. ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ વર્ગના આર્થિક રીતે પછાત એવા સવર્ણોને ૧૦ ટકા અનામતનો કાયદો લાગુ કરવાની જાહેરાત સાથે રાજ્યની વિવિધ ખાતાઓની ભરતીથી માંડી સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓની ભરતી પ્રક્રિયા તેમજ સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓના ઉચ્ચ શિક્ષણના પ્રવેશોમાં પણ મોટા પાયે ફેરફારો થશે.

ભરતી અને શિક્ષણમાં  જનરલ,એસસી,એસટી અને ઓબીસી ઉપરાંત હવે  પાંચમી નવી કેટેગરી ઈકોનોમિક વીકર સેકશન એટલે કે ઈડબલ્યુએસની ઉમેરાશે. આ પાંચમી કેટેગરીમાં ૧૦ ટકા અનામત રાખવામા આવી છે.જ્યારે હવે જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી અથવા અનરીઝર્વ કેટેગરીમાં ૪૧.૫ ટકા રહેશે જ્યારે બાકીની પાંચ રીઝર્વ એટલે કે અનામત કેટેગરીમાં  ૫૯.૫ ટકા રહેશે.

સવર્ણોને ૧૦ ટકા અનામતના કાયદા  પ્રમાણે સરકારના  શિક્ષણ વિભાગ દ્વારા  આરટીઈથી માંડી સ્કૂલો અને કોલેજો-યુનિ.ઓમાં તેમજ ઈજનેરી-મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશોમાં નવા ઠરાવ કરવામા આવશે અને ૧૦ ટકા અનામતના નવા નિયમ સાથે ૨૦૧૯-૨૦ની તમામ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવશે.

ઈજનેરી-મેડિકલ સહિતના ઉચ્ચ શિક્ષણના પ્રોફેશનલ-વોકેશનલ અને ટેકનિકલ કોર્સીસમાં હાલની પ્રવેશ પ્રક્રિયાના નિયમ મુજબ કોમન મેરિટ પ્રમાણે વિદ્યાર્થીએ ભરેલી ચોઈસ મુજબ તેને જો પ્રવેશ મળી જોઈતો હોય તો તેને ઓપન કટેગરીમાં જ પ્રવેશ ફાળવાય છે અને જો ઓપન કેટેગરીની  ટકાવારી મુજબની  બેઠકોમા તેને પ્રવેશ  ન મળેતો તેને તેની જે તે કેટગીરીની બેઠકમાં પ્રવેશ ફાળવાય છે.

આજ પ્રમાણે  ૧૦ ટકા આર્થિક અનામતમાં આવતા વિદ્યાર્થીને સૌપ્રથમ તેને મેરિટ મુજબ ઓપન કટેગરીમાં પ્રવેશ ફાળવાશે અને જો નહી મળી શકે તો તેને આર્થિક અનામતની કેટેગરીમાં પ્રવેશ ફાળવાશે. આર્થિક અનામમાં આવતા એસસી.એસટી કે ઓબીસીના વિદ્યાર્થીઓને  કઈ એક જ કેટેગરીનો લાભ મળશે અને કઈ કેટેગરીમાં પ્રથમ પ્રાધાન્ય રહેશે સહિતના વિગતવાર નિયમો સાથે  સરકાર દ્વારા પ્રવેશના નિયમો જાહેર કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments