સવર્ણોને 10% અનામત પર હાલ કોઈ રોક નહીં, scએ કહ્યું- આ અંગે વિચાર કરીશું

0
16

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સવર્ણોને આર્થિક આધારે 10% અનામત આપવાના સરકારના નિર્ણય પર રોક લગાવવાનો હાલ ઈન્કાર કરી દીધો છે. કોર્ટે આ મામલે શુક્રવારે કહ્યું કે અમે આ મુદ્દે વિચાર કરીશું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે આ મામલે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

સરકારનો નિર્ણય અનામતની મર્યાદાનું ઉલ્લંઘન-અરજકર્તા
  • 1.તહસીન પૂનાવાલાએ સવર્ણોને 10 ટકા અનામત આપવાના વિરૂદ્ધમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેને કહ્યું કે સરકારના નિર્ણયથી વધુમાં વધુ 50 ટકા અનામત આપવાની સીમાનું ઉલ્લંઘન થાય છે.
  • 2.સરકાર શિયાળુ સત્રમાં સવર્ણોને 10% અનામત આપવા માટે 124મું બંધારણ સંશોધન લાવ્યાં હતા. જે લોકસભા અને રાજ્યસભમાંથી પાસ થઈ ગયા છે. રાષટ્રપતિએ પણ આ ખરડા પર હસ્તાક્ષર કરી દીધાં છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઝારખંડ જેવાં કેટલાંક રાજ્યોમાં આ લાગુ પણ થઈ ગયું છે.
  • 3.અનામતનો લાભ સામાન્ય વર્ગના ગરીબોને શિક્ષા અને નોકરીઓમાં મળશે. જો કે 10% અનામત SC-ST અને OBC વર્ગ માટે પહેલાંથી લાગુ 49% અનામતથી અલગ છે. આર્થિક આધારે સામાન્ય વર્ગના તમામ વર્ગ જાતિ સંપ્રદાયના લોકોને 10 ટકા વધારાનું અનામત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here