સવર્ણો માટેની અનામત પર અમિત શાહે આપ્યા મોટા સંકેત, 10 ટકા સુધી મર્યાદિત રહેશે નહીં

0
13

સંસદનુ શીતકાલીન સત્ર સમાપ્ત થયુ છે. લોકસભા ચૂંટણી પહેલા ઉંઘમાંથી સફાળી જાગેલી ભાજપ સરકારે સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર કરાવી દીધુ. જોકે, સવર્ણો માટે 10 ટકા અનામત પર અમૂક પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ આ બિલને ગૃહમાં પસાર થતા વિપક્ષની અમૂક પાર્ટીઓ રોકી શકી નહતી.

સૌથી વધારે રાજ્યસભામાં આ બિલને લઇને સાંસદોમાં ઉગ્ર ચર્ચા થઇ હતી અને આરોપ-પ્રત્યારોપ થયા હતાં. આ દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અમિત શાહે આ બિલને લઇને મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આ કોટા 10 ટકા સુધી જ મર્યાદિત રહેશે નહીં.

અનામત બિલને લઇને અમિત શાહે આપ્યા મોટા સંકેત

ખરેખર, આ આખી રમત ત્યારે શરૂ થઇ જ્યારે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ બોલી રહ્યાં હતાં. રામગોપાલે કહ્યું કે સવર્ણોને અનામત માટે કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે, તે હેઠળ આવનારા લોકોની સંખ્યા ભારે માત્રામાં છે. 98 ટકા ઉચ્ચ જ્ઞાતિના ગરીબ લોકોને 10 ટકા અનામત અને 2 ટકા અમીર સવર્ણોને 40 ટકા અનામત. શું આ છે સમાનતાનો અધિકાર? જેના પર અમિત શાહે પોતાના સ્થાન પરથી કહ્યું કે મેરિટવાળા બાળકોમાં કોઈ પણ ગરીબ બાળક પણ આવી શકે છે, પછી તે દલિત હોય કે આદિવાસી.

અમિત શાહના આ તર્ક પર રામગોપાલ યાદવે કહ્યું કે જો એવુ થાય તો પછી સંખ્યા વધુ ઓછી થઇ જશે. જેના પર અમિત શાહે કહ્યું, વધારીશું, વધારીશું. અમિત શાહના આ સંકેતથી સ્પષ્ટ છે કે સરકારની ઈચ્છાશક્તિ કંઇક અલગ જ છે.

ઉલ્લેખનીય છે કે, અમૂક પાર્ટીઓ અને નેતાઓનુ કહેવુ છે કે ખાનગી સેક્ટરમાં પણ અનામત આપવામાં આવે. સાથે જ તેની મર્યાદા વધારવામાં આવે. પરંતુ સરકાર હાલમાં આ પક્ષમાં નથી. હવે જોવાનું રહે છે કે અમિત શાહના આ સંકેતથી આવનારા સમયમાં શું અસર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here