સવર્ણ અનામત વિરુદ્ધ NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, કહ્યું- ગેરબંધારણીય બિલને રદ કરો

0
18

નવી દિલ્હી: સવર્ણોમાં આર્થિક રીતે નબળાં લોકોને સરકાર દ્વારા 10 ટકા અનામત આપવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં આ બિલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંશોધિત બિલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ગેરબંધારણી છે. તેથી આ બિલને નકારી દેવું જોઈએ.

યૂથ ફોર ઈક્વાલિટી નામની એનજીઓએ આ અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતની સીમા 50 ટકા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક રીતે અનામત આપવી ખોટી વાત છે અને તે માત્ર સવર્ણ શ્રેણીને ન આપવીજોઈએ.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સબસિડી વગરની ખાનગી સંસ્થાઓને આ શ્રેણીમાં રાખવી પણ ખોટી વાત છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે, આ બિલને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ. આ નિર્ણય વોટ બેન્કને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here