Thursday, March 28, 2024
Homeસવારે વોવ એરલાઈને ટિકિટ વેચી, સાંજે કહ્યું- કંપની બંધ
Array

સવારે વોવ એરલાઈને ટિકિટ વેચી, સાંજે કહ્યું- કંપની બંધ

- Advertisement -

રેક્ઝોવિક: સસ્તી સેવાઓ આપનારી આઇસલેન્ડની વોવ એરલાઇને અચાનક પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. દાવો છે કે એરલાઇન ગુરુવારે સવારે 7 વાગ્યા સુધી ટિકિટ વેચી રહી હતી પરંતુ સાંજે સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી દીધી. તેના કારણે યુરોપ અને ઉત્તર અમેરિકા જનારા આશરે 10,000 યાત્રી એરપોર્ટ પર ફસાઇ ગયા. ડેટ્રોઇટથી બર્લિન જઇ રહેલાં એક દંપતી મુજબ અમારી ફ્લાઇટ સાંજે 7 વાગ્યાની હતી પરંતુ ફ્લાઇટ એક-એક કલાક લેટ થતી રહી.

રાત્રે 11 વાગે કંપનીનો સ્ટાફ આવ્યો, તેમણે અમને પિઝા આપ્યા અને કહ્યું તમારી ફ્લાઇટ કેન્સલ કરી દેવાઇ છે. બીજી વ્યવસ્થા કરી લો. આ એરલાઇન આઇસલેન્ડ સહિત 27 દેશોમાં સેવા આપી રહી હતી. તેમાં મોટા ભાગે અમેરિકા અને યુરોપ મહાદ્વીપની હતી. એરલાઇને ગત વર્ષે 7 ડિસેમ્બરે નવી દિલ્હીથી રેક્ઝોવિક વચ્ચે પણ ફ્લાઇટ શરૂ કરી હતી પરંતુ થોડા દિવસમાં જ બંધ કરી દીધી હતી.

કંપની ટ્રાન્સ-એટલાન્ટિક પારનાં સ્થળોને જોડનારી ફ્લાઇટો માટે જાણીતી હતી. કંપની લાંબા સમયથી ખોટમાં ચાલી રહી હતી. તેને બચાવવાના પ્રયત્નો પણ થઇ રહ્યા હતા પરંતુ સફળતા મળી નહીં. કંપનીએ નિવેદન બહાર પાડી કહ્યું કે વોવ એરે પોતાનાં તમામ કામ બંધ કરી દીધાં છે. એરલાઇનની તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે. યાત્રીઓ બીજી કંપનીઓની ટિકિટ મેળવી શકે છે.

ક્રેડિટકાર્ડથી ચુકવણી કરનારા ક્રેડિટકાર્ડ કંપનીનો સંપર્ક કરે. જેમણે યુરોપિયન એજન્ટો દ્વારા ટિકિટ મેળવી હતી તેમના માટે એ એજન્ટ્સ બીજી ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી શકે છે. મુસાફરોને વોવ એર તરફથી વળતર પણ મળી શકે છે પરંતુ એ યુરોપીય નિયમો હેઠળ જ હશે.

2017: મોનાર્ક એર અને બર્લિન એર બંધ થઇ
2018: અજુર એર જર્મની, કોબાલ્ટ એર, પ્રીમેરા એર, સ્મોલ પ્લાનેટ, સ્કાઇવર્ક, એર અટાલી અને મેરીડોના.
2019: જર્મનિયા, ફિલંબી અને વોવ એર બંધ થઇ.

આઇસલેન્ડ આવનારા આશરે એક તૃત્યાંશ લોકો વોવ એરની ફ્લાઇટોનો ઉપયોગ કરતા હતા. નિષ્ણાતોને ચિંતા છે કે આ સેવા બંધ થવાથી દેશના પ્રવાસન વ્યવસાય પર અસર થઇ શકે છે. કંપની 2011માં શરૂ થઇ હતી પરંતુ ખોટને કારણે 7 વર્ષમાં તેને બંધ કરવી પડી. તેની પાસે 11 વિમાન છે. જેમાં ગત વર્ષે 35 લાખ મુસાફરોએ યાત્રા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular