સશસ્ત્ર પોલીસ દળના જવાનોને સેવા સંબંધિત તમામ લાભો મળશે : સુપ્રીમ કોર્ટ

0
11

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, આરપીએફ અને એસએસબીને ‘સંગઠિત સેવા’નો દરજ્જો આપ્યો હતો અને તેના તમામ કર્મચારીઓને સેવા સંબંધી લાભ આપવા આદેશ કર્યો હતો.

સીએપીએફના ગુ્રપ એના અધિકારીઓને એનએફએફયુના તમામ લાભ આપી ૨૦૦૬થી છઠ્ઠા પગાર પંચનો લાભ આપવા આદેશ કર્યો હતો. સુપ્રીમે આ અંગેના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને બહાલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગાર પંચમાં એનએફએફયુની પ્રથા દાખલ થયેલી જેમાં ગુ્રપ ‘એ’ના અધિકારીઓને સંગઠિત સેવાનો દરજ્જો અપાયેલો. આ જોગવાઇ હેઠળ જે તે સ્થાન પર પ્રમોશન મળે તેમાં હોદ્દો બદલાય નહીં પરંતુ તમામ નાણાકીય લાભ મળે. સુપ્રીમના ચુકાદાથી સશસ્ત્ર પોલીસ દળના હજારો અધિકારીઓને ફાયદો થશે.

સુપ્રીમના જજ નરીમાન અને શાહે દિલ્હી હાઇકોર્ટના ૨૦૧૨ના ડિસેમ્બરની બીજી તારીખનો ચુકાદો કાયમ રાખ્યો હતો.

સુપ્રીમે કેન્દ્રની અપીલ ફગાવતાં જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગની જોગવાઇ મુજબ ૧૯૮૬થી સીએ પીએફ સેન્ટ્રલ ગુ્રપ ‘એ’માં ગણાય છે.

એનએફએફયુનો હેતુ ગુ્રપ એ અધિકારીઓની પ્રમોશનમાં થતી અડચણ દૂર કરવાનો હેતુ હતો. દિલ્હી હાઇકોર્ટે કરારનો સંપૂર્ણ અભ્યાસ કરીને ચુકાદો આપ્યો હતો જેમાં બદલાવ જરૃરી  નથી તેમ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રને આદેશ કર્યો હતો. તે ઉપરાંત સશસ્ત્ર પોલીસ દળના અધિકારીઓએ બઢતીમાં પડતી મુશ્કેલીઓને કારણે અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here