Sunday, October 17, 2021
Homeસસ્તામાં ફરો વિદેશ, માત્ર આટલા હજારમાં આ કંપની આપી રહી છે લંડનની...
Array

સસ્તામાં ફરો વિદેશ, માત્ર આટલા હજારમાં આ કંપની આપી રહી છે લંડનની રિટર્ન ટિકિટ

જો તમે આ મહિને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. ભારતીય યાત્રીઓને આકર્ષવા માટે દેસી તા વિદેશી એરલાઇન્સ કંપનીઓ પણ સસ્તી એર ટિકિટ આપી રહી છે. ઘરેલૂ ઉડાન માટે દેસી કંપનીઓ 899 રૂપિયાથી જ્યારે વિદેશ યાત્રા માટે 3399 રૂપિયામાં ટિકિટ શરૂ થઇ રહી છે, તેનું હેતુ ઠંડા પડેલા બિઝનેસમાં વધારે સીટ ભરવા માટે એડવાન્સ સેલ્સ દ્વારા રોકડ એકઠી કરવાનો છે અને સાથ જ વિદેશી કંપનીઓ પણ સસ્તી એર ટિકિટ આપી રહી છે.

કતર એરવેઝ:

આ કારણે કતર એરવેઝ ઈકોનોમી ક્લાસની ટિકિટો પર 25 % થી 35 % સુધી ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. ઓફરનો ફાયદો 16 જાન્યુઆરી સુધીની બુકિંગ અને 31 ડિસેમ્બર સુધીની યાત્રા માટે કંપનીની બધી ફ્લાઇટમાં ઉઠાવી શકો છો. કતર એરવેઝના ચીફ કોમર્શીયલ ઓફિસર એહાબ અમીન મુજબ કંપનીની ફ્લાઇટ્સ દુનિયાભરમાં 160 સ્થળો માટે ઉડાન ભરે છે.

બ્રિટિશ એરવેઝ:

આવી જ રીતે બ્રિટિશ એરવેઝ પણ જાન્યુઆરી સેલ શરૂ કરી રહી છે. જે અંતર્ગત 100 સ્થળોની ફ્લાઇટના ઇકોનોમી, પ્રીમિય ઇકોનોમી અને બિઝનેસ કેબિન્સની ટિકિટોમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ મળી રહી છે. આ ઓફર લંડનની રિર્ટન ટિકિટ 43779 રૂપિયામાં મળી રહી છે અને સેલ 31મી જાન્યુઆરી સુધી રહેશે. ટ્રાવેલ પીરિયડની વાત કરીએ તો ડેસ્ટિનેશન અને કેબિનના આધારે અલગ-અલગ છે.

ઇતિહાદ એરવેઝ:

અબૂ ધાબીની ઇતિહાદ એરવેઝ પર ગ્લોબલ સેલ ચાલી રહી છે, જેમાં ભારતથી અબૂ ધાબી, અમેરિકા, યૂરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની યાત્રા પર જનારે ટિકિટ પર છૂટ મળી રહી છે. એતિહાદના એક નિવેદનમાં જણાવાયું કે, 29મી જાન્યુઆરીથી 29 માર્ચ માર્ચ 2019ના ટ્રાવેલ પીરિયડ માટે ઈકોનોમી ક્લાસથી ટિકિટો પર 35%, જ્યારે બિઝનેસ ક્લાસની ટિકિટો પર 10% અને બિઝનેસ ક્લાસમાં 20% સુધી ડિસ્કાઉન્ટ મળ છે. . એતિહાદ એરવેઝ હાલમાં ભારતથી 154 સાપ્તાહિક ફ્લાઈટ સંચાલિત કરે છે. આ ટિકિટ અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, કોચીન, દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા, કોઝિકોડ, મુંબઈ અને થિરુવનંતપુરમ જેવી 10 ગેટવી સીટિથી સંચાલિત કરે છે.

ઈન્ડીગો, ગો એર અને જેટ એરવેઝ:

તો ઈન્ડીગોએ પોતાના બધા નેટવર્કો પર 31મી જાન્યુઆરી સુધી ટિકિટોની શરૂઆત 899 રૂપિયા કરી છે. ઉપરાંત ઈન્ટરનેશનલ ટ્રાવેલ માટે ટિકિટ 3999 રૂપિયાથી શરૂ થાય છે. સેલમાં ટિકિટ 24 જાન્યુઆરીથી 15 એપ્રિલ 2019ની વચ્ચે ટ્રાવેલ માટે ખરીદી શકાય છે. ગો એર પણ સેલમાં પણ 25 જાન્યુઆરીથી 29 સપ્ટેમ્બર 2019 વચ્ચે યાત્રા માટે ટિકીટ 999 રૂપિયાની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. તો કેશ પ્રોબ્લેમથી લડી રહેલી દેસી એરલાઇન જેટ એરવઝ પણ સેલ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments